________________
વિવેચન : ભાગ-૧
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. ઉચ્ચગોત્રનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનકના અંતસમય સુધી હોય છે.
નીચગોત્રની જ સત્તા જે જીવો તેઉકાય વાઉકાયમાં અસંખ્યાત કાળ રહી ઉચ્ચગોત્રની ઉદ્ગલના કરે ત્યારે તથા ત્યાંથી મરણપામી જ્યા ઉત્પન્ન થાય ત્યાં ફરીથી ઉચ્ચગોત્ર ના બાંધે ત્યાં સુધી નીચગોત્રની જ સત્તા હોય છે. બંન્ને ગોત્રની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે. ઉચ્ચ ગોત્રની જ સત્તા ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે.
આ કારણથી ગોત્રકર્મના ૨ બંધસ્થાન - ૨ ઉદયસ્થાન - ૩ સત્તાસ્થાન થાય છે. (૧) નીચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - નીચગોત્રની સત્તા આ ભાંગો
પહેલા ગુણસ્થાનકે તેઉકાય - વાઉકાયજીવોને ત્યાં ત્યાંથી મરણ પામી
જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. નીચગોત્રનો બંધ - નીચનો ઉદય -બે ગોત્રની સત્તા
આ ભાંગો પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે. (૩) ઉચ્ચનો બંધ - નીચનો ઉદય - બે ગોત્રની સત્તા
આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. (૪) નીચનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બે ગોત્રની સત્તા.
આ ભાંગો પહેલા અને બીજા બેગુણ સ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ઉચ્ચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય – બે ગોત્રની સત્તા આ ભાંગો ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. અબંધ - ઉચ્ચગોત્રનો ઉદય -બે ગોત્રની સત્તા આ ભાંગો ૧૧ ગુણસ્થાનકથી ૧૪ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી
હોય છે. (૭) ઉચ્ચગોત્રનો અબંધ - ઉચ્ચગોત્રનો ઉદય - ઉચ્ચગોત્રની સત્તા આ ભાંગો ૧૪માં ગુણસ્થાનકના છેલ્લા સમયે જ હોય છે.
વેદનીય કર્મના સંવેધ ભાગાઓનું વર્ણન વેદનીયકર્મની ૨ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી એકસાથે કોઈપણ એક પ્રકૃતિ બંધાય છે. શાતા વેદનીયનો બંધ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. આશાતા વેદનીયનો બંધ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે.
વેદનીયકર્મની પ્રકૃતિઓ ઉદયને આશ્રયીને પરાવર્તમાન હોવાથી કોઈપણ