________________
વિવેચનઃ ભાગ-૧
છતે ચાર અને પાંચના ઉદયે નવની સત્તા હોય છે. તથા અબંધે ચારના ઉદયે છે ની અને ચારની સત્તા હોય છે.
વેદનીય, આયુષ્ય, અને ગોત્ર કર્મના સંવેધભાંગા જણાવી પછી મોહનીય કર્મને કહીશુ ૯,૧૦
વિશેષાર્થ :- બીજા દર્શનાવરણીય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન:નવનો બંધ ચારનો ઉદય-નવની સત્તા આ ભાંગો પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે. નવનો બંધ પાંચનો ઉદય નવની સત્તા આ ભાંગો પહેલા અને બીજા બે
ગુણસ્થાનકે હોય છે. (૩) છ નો બંધ ચારનો ઉદય-નવની સત્તા
છ નો બંધ પાંચનો ઉદય-નવની સત્તા આ બે ભાંગા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી રહેલા જીવોને હોય છે. ચારનો બંધ ચારનો ઉદય-નવની સત્તા ચારનો બંધ પાંચનો ઉદય-નવની સત્તા આ બે ભાંગા આઠમા ગુણસ્થાકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનકમાં રહેલા ઉપશમશ્રેણીવાળા જીવોને આશ્રયીને હોય છે. ચારનો બંધ-ચારનો ઉદય-છની સત્તા આ ભાંગો ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયીને નવમાગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે.
અબંધ - ચારનો ઉદય - નવની સત્તા (૯) અબંધ - પાંચનો ઉદય - નવની સત્તા
આ બે ભાંગા ઉપશમ શ્રેણીમાં રહેલા અગ્યારમા ગુણસ્થાનકે વર્તતા
જીવોને જ હોય છે. (૧૦) અબંધ - ચારનો ઉદય - છની સત્તા
આ ભાંગો બારમા ગુણસ્થાનકે જ હિચરમ સુધી વર્તતા જીવોને જ હોય છે. (૧૧) અબંધ-ચારનો ઉદય - ચારની સત્તા આ ભાંગો બારમા ગુણસ્થાનકના
અંત સમયે જ હોય છે. (૧) ચારનો બંધ - પાંચનો ઉદય - છની સત્તા
આ ભાંગો મતાંતરે ક્ષપકશ્રેણીમાં વિદ્યમાન-નવમા ગુણસ્થાનકના બીજા