________________
વિવેચનઃ ભાગ-૧
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન ૧થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે.
પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન એક થી બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તથા પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન ઉદય પ્રમાણે હોય છે. " બંધસ્થાન તથા ઉદયસ્થાન ફેરફાર રૂપ હોવાથી બબ્બે સંવેધ ભાંગા થાય છે. (૧) પાંચનો બંધ પાંચનો ઉદય પાંચની સત્તા
આ ભાંગો એક થી દશ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) અબંધ પાંચનો ઉદય પાંચની સત્તા
આ ભાંગો અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. "
દર્શનાવરણીય કર્મના સંવેધભાંગા બંધસ્સ ય. સંતસ્મય
પગઈ ઠાણાઈ તિણિ તુલાઈ ઉદય ટ્રણાઈ દુવે
ચઉ ઘણગં દંસણવર //૮ ભાવાર્થ - દર્શનાવરણીય કર્મને વિષે, બંધસ્થાનો તથા સત્તાસ્થાનો, ત્રણ ત્રણ હોય છે. જ્યારે ઉદય સ્થાનો બે હોય છે એક ચાર પ્રકૃતિનું, બીજુ પાંચ પ્રકૃતિનું હોય છે. દા.
વિશેષાર્થ - દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનો આ પ્રમાણે હોય છે. (૧) નવ પ્રકૃતિનું બંધસ્થાન આ બંધસ્થાન પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે. (૨) છ પ્રકૃતિનું બંધસ્થાન-બીજા ગુણસ્થાનકના અંતે થીણધ્ધિત્રિકનો અંત
થતા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છ
પ્રકૃતિઓ બંધાય છે. (૩) ચાર પ્રકૃતિનું બંધસ્થાન, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે
નિદ્રાદ્ધિકનો અંત થતા આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ચાર પ્રકૃતિઓ બંધાય છે. તે ત્રીજુ બંધસ્થાન કહેવાય છે.
દર્શનાવરણીય કર્મનાં બે ઉદયસ્થાનનું વર્ણન (૧) ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન - જ્યારે જીવોને પાંચ પ્રકારની નિદ્રામાંથી - કોઈપણ નિદ્રાનો ઉદય ન હોય ત્યારે આ ઉદયસ્થાન હોય છે પહેલા
ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંતે સમય સુધી ઉદયમાં હોય છે.