________________
60
ર્મગ્રંથ-૪ હોય છે. કારણ કે છઠ્ઠો, સાતમા ગુણસ્થાનકે આ ચારિત્રવાળા જીવોની સંખ્યા સંખ્યાતગુણી અધિક હોય છે. પ્રાયઃ કરીને બે હજારથી નવ હજારની સંખ્યાનો વચલો કોઈપણ આંક હોઈ શકે છે. એટલે કે સહપૃથકત્વ જેટલી સંખ્યાવાળા જીવો હોય છે.
તેના કરતાં યથાખ્યાત સંયમવાળા જીવો સંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે બે કરોડ કેવલી ભગવંતોની સંખ્યા સામાન્યથી હોય છે.
તેના કરતાં છેદોપસ્થાપનીય અને સામયિક ચારિત્ર બંનેની પરસ્પર સંખ્યા સરખી પણ યથાખ્યાત કરતાં સંખ્યાતગુણી અધિક હોય છે. કારણ કે એક એક તીર્થકરોની સાથે સો કરોડ સાધુ અને સો કરોડ સાધ્વી સામાન્યથી હોય છે. તેથી સંખ્યાતગુણ અધિક ગણાય છે.
તેના કરતાં દેશવિરતિ સંયમી જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે તિર્યંચગતિમાં અસંખ્યાતા તિર્યંચો દેશવિરતિધર હોય છે. તેના કરતાં અવિરતિસંયમી જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે નિગોદના જીવોને અવિરતિનો ઉદય સદા માટે હોય છે.
દર્શન માર્ગણાને વિષે અવસ્થાનાદિનું વર્ણન
(૧) ચક્ષુદર્શન = જીવભેદ = ૩/૬ ૧. ચહેરીન્દ્રિય પર્યાપ્તા ૨. અસંજીપંચેન્દ્રિયપયા અને ૩. સંક્ષીપંચેન્દ્રિપર્યાપ્ત અથવા ૪. ચહેરીન્દ્રિયઅપર્યાપ્તા ૫. અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા અને ૬. સંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા સાથે છે.
(૧) આ અપર્યાપ્તા જીવોને અપર્યાપ્ત અવસ્થામાં કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયે ચક્ષુઈન્દ્રિય માનેલી હોવાથી અપર્યાપ્તાના ભેદો ઘટે છે.
ગુણસ્થાનક - ૧ થી ૧૨.
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્ર કાયયોગ.
(૧) આ જીવોને વિગ્રહગતિથી શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં