________________
૫૮
કર્મગ્રંથ-૪ (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર = આ ચારિત્ર ૫ ભરત, રને ૫ ઐરાવત ક્ષેત્રને વિષે જિનના કાળમાં રહેલા પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં જીવોને હોય છે.
જીવભેદ – ૧ સંજ્ઞીપર્યાપ્યો. ગુણસ્થાનક - ૨. ૧. પ્રમત્તસર્વવિરતિ અને ૨. અપ્રમત્તસર્વવિરતિ. યોગ - ૯. ૪ મનના, ૪ વચચના, ઔદારિકકાયયોગ.
૧. લબ્ધિધારી મનુષ્યો આ ચારિત્ર પ્રાપ્ત કરતા નથી. તેથી વૈક્રિય ક્રિક અને આહારકદ્ધિકકાયયોગ હોતા નથી.
ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન.
૧. આ જીવોને મન:પર્યવજ્ઞાન જ હોય છે. તે ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન હોય એમ લાગે છે. કારણ કે ચરમ શરીરી જીવો આ ચારિત્રને પ્રાયઃ પ્રાપ્ત કરતાં નથી.
લેશ્યા - ૬.
આ જીવોને ચારિત્ર પ્રાપ્ત કરતાં ત્રણ શુભલેશ્યામાંથી કોઈપણ વેશ્યા હોય છે. અને પ્રાપ્ત કર્યા બાદ ત્રણ અશુભમાંથી કોઈપણ વેશ્યા આવતી હોવાથી છ લેશ્યા કહેલી છે.
(૪) સુક્ષ્મસંપરાયચારિત્ર = જીવભેદ -૧. સંશપર્યાપ્યો. ગુણસ્થાનક – ૧. સંલ્મસંપરાય. યોગ - ૯. ૪ મનના, ૪ વચનના અને ઔદારિકકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૧ ગુફલલેશ્યા. (૫) યથાખ્યાત સંયમ = જીવભેદ = ૧ સંજ્ઞીપર્યાપ્યો.
ગુણસ્થાનક = ૪. ૧. ઉપશાંતમોહ ૨. ક્ષીણમોહ. ૩. સયોગી કેવલી ૪. અયોગીકેવલી.
યોગ = ૧૧. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, કાર્પણ કાયયોગ.
(૧) અગ્યારમા અને બારમા ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનના અને દારિકકાયયોગ. એ નવમાંથી કોઈપણ યોગ હોય છે.