________________
વિવેચન
30
તે પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ કેટલાક આચાર્યોના મતે હોય છે. તથા કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. અને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ એક ઔદારિકકાયયોગ હોય છે.
(૨) બાદર પર્યામા વાઉકાય જીવોમાંથી કેટલાક વાઉકાય જીવો જ્યારે વૈક્રિય શરીર કરતા હોય ત્યારે ઔદારિકની સાથે વક્રિયના પુદ્ગલો મિશ્રણ થતાં વૈક્રિયમિશ્રકાયયોગ હોય અને ત્યાર પછી વૈક્રિયકાયયોગ હોય.
ઉપયોગ - ૩ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન. લેશ્યા - ૪. ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો.
(૧) જ્યોતિષિઅને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકના દેવો મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી એટલે કે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી તેજોલેશ્યા હોય છે. બાકીના જીવોને પહેલી ત્રણ લેશ્યામાંથી કોઈપણ લેશ્યા હોઈ શકે છે.
બેઈન્દ્રિય = જીવભેદ - ૨. ૧. અપર્યાપ્તા બેઈન્દ્રિય ૨. પર્યાપ્તા બેઈન્દ્રિય. ગુણસ્થાનક - ૨ ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન.
(૧) કાર્મગ્રંથિક મતે બીજું ગુણસ્થાનક મિથ્યાત્વની સન્મુખ ગણાતું હોવાથી આ ગુણસ્થાનકે અજ્ઞાન માનેલું હોય છે.
(૨) સિદ્ધાંતના મતે ચોથા ગુણસ્થાનકથી જીવ આ ગુણસ્થાનકે આવેલો હોવાથી જ્ઞાનનો અંશ રહેલો માનતા હોવાથી જ્ઞાન માને છે.
યોગ - ૪ (૧) કાર્મણકાયયોગ (૨) ઔદારિકમિશ્ર (૩) ઔદારિકકાયયોગ (૪) અસત્યામૃષાવચનયોગ.
વિગ્રહગતિમાં રહેલા જીવોને કાર્યણકાયયોગ. ત્યાર પછી જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. પર્યાપ્તાને ઔદારિકકાયોગ હોય, અને ભાષા પર્યાપ્ત શરૂ કરે ત્યારથી, અસત્યામૃષાવચનયોગ હોય છે.
ઉપયોગ = ૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન અથવા