________________
39
વિવેચન દેવ અને નારકીને છએ લેગ્યામાંથી કોઈપણ વેશ્યા હોઈ શકે છે. આ કારણથી દેવતા અને નારકના જીવો જ્યારે સૌ પ્રથમ સમકિતની પ્રાપ્તિ કરે ત્યારે શુભલેશ્યામાં જ કરે છે. તે શુભલેશ્યાભાવથી જાણવી.
(૧) સઘળાયે તિર્યંચોને અને સઘળાયે મનુષ્યોને જે વખતે જે વેશ્યા હોય છે તે દિવ્ય અનેભાવથી એક સરખી હોય છે.
ચારે ગતિને આશ્રયીને અલ્પ બહુત્વનું વર્ણન.
સૌથી ઓછા જીવો મનુષ્યગતિવાળા હોય છે. ગર્ભજ પર્યાપ્તા - અપર્યાપ્તા મનુષ્યની વિવક્ષાથી વિચારણા કરીએ તો ઓગણત્રીશ આંક જેટલી સંખ્યા મનુષ્યોની હોવાથી સંખ્યાતા મનુષ્યો ગણાય છે. અને સમૂચ્છિમ મનુષ્યોની સંખ્યા ભેગી કરીને વિચારણા કરીએ તો અસંખ્યાતા મનુષ્યોના જીવો થઈ શકે છે. સમૂચ્છિમ મનુષ્યો સદા માટે ઉત્પન્ન થાય જ એવો નિયમ હોતો નથી વધારેમાં વધારે સમૂચ્છિમ મનુષ્યો જગતમાં એકે ન હોય એવો કાળ ચોવીસ મુહૂર્તનો હોય છે. એટલે કે ચોવીસ મૂહૂર્ત સુધી આ મનુષ્યનો વિરહકાળ ગણાય છે. વિરહકાળ બાદ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કોઈવાર એક, કોઈવાર બે યાવતુ કોઈવાર સંખ્યાતા કે અસંખ્યાતા એક સાથે ઉત્પન્ન થઈ શકે છે. આથી જ્યારે અસંખ્યાતા વિદ્યમાન હોય ત્યારની ગણતરીની વિવક્ષા કરીએ તો સૌથી થોડામાં અસંખ્યાતા મનુષ્યો ગણાય છે. તેના કરતાં નારકના જીવો અસંખ્યાતાગુણા અધિક હોય છે. કારણ કે મનુષ્યને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર પિસ્તાલીસ લાખ યોજન જેટલું હોય છે. જ્યારે નારકીને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર અસંખ્યાતા કોટાકોટિ યોજન પહોળાઈવાળા એક રાજ યોજનાને વિષે સાતે પૃથ્વીમાં એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. તથા મનુષ્ય કરતાં આયુષ્ય પણ લાંબુ હોવાથી અસંખ્યાતાગુણા અધિક નારકીના જીવો સદા માટે હોઈ શકે છે. અને કોઈ કાળે સાતે નારકીમાંથી એકે નાકમાં નારકી રૂપે જીવ ઉત્પન્ન ન થાય તો ચોવીસ મુહૂર્ત સુધી થતાં નથી.
તેના કરતાં દેવતાના જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. નારકીને વિષે સાતે નારકીને આશ્રયીને સૌથી વધારે નારકનાં જીવો