________________
( નિવેદન
વિવેચન વિભાગના ૨૧ માં પુસ્તક તરીકે કર્મગ્રંથ-૪ અમે આજે આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ કે જેમાં જીવાદિ દસ દ્વારોનું સુંદર રીતે વર્ણન કરવા ઉપરાંત જેનો અભ્યાસ કરવાથી જીવો પોતાના ક્ષયોપશમ ભાવને પેદા કરી શકે તેમજ આગળ કર્મગ્રંથ ૬ માં આ વિષય ઉપયોગી હોઈને ખૂબ કાળજીપૂર્વક વાંચન મનન કરે એ હેતુ છે.
આ પુસ્તકનું લખાણ તો પરમ પૂજય આચાર્ય વિજય નરવાહનસૂરિ મ. પાસેથી અમને વહેલું પ્રાપ્ત થયેલ પરંતુ સંજોગવશાત્ તેનું પ્રકાશન થઈ શક્યું ન હતું તો તે બદલ અમો પૂજયશ્રીની ક્ષમા માંગીએ છીએ.
આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપનાર ભાગ્યશાળી સદ્ગુહસ્થ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ભવિષ્યમાં પણ તેઓનો સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ છીએ.
એ જ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ