________________
ર૮
કર્મગ્રંથ-૪ સંજ્ઞીપર્યાપ્તા એમ આઠ ભેદ હોય છે.
સંપર્યાપ્તા જીવને વિષે તેરમા ગુણસ્થાનકે કેવલી સમુઘાત કરતી વખતે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.
૩. વૈક્રિયકાયયોગ - બે અથવા ત્રણ જીવભેદને હોય. બે જીવભેદ – બાદર પર્યાપ્તા એકેન્દ્રિય (વાઉકાય) અને સંજ્ઞીપર્યાપ્તા.
ત્રણ જીવભેદ – બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, સંશી પર્યાપ્તા અને અપર્યાપ્તા. કેટલાક આચાર્યોના મતે દેવતા અને નારકીના જીવો શરીર પર્યાતિથી પર્યાપ્ત થાય ત્યારે વૈક્રિયકાયયોગ માનેલો છે. આથી અપર્યાપ્તામાં વૈક્રિયકાયયોગ કહેલો છે.
૪. વૈક્રિયમિશ્રકાયયોગ - બે અથવા ત્રણ જીવભેદને હોય. બે જીવભેદ – બાદર પર્યાપ્તા એકેન્દ્રિય (વાઉકાય) અને સંજ્ઞીપર્યાપ્તા. ત્રણ જીવભેદ – બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, સંશપર્યાપ્તા અને અપર્યાપ્તા.
બાદર પર્યાપ્ત જીવો જ્યારે વૈક્રિય શરીર કરતાં હોય ત્યારે વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો દારિક શરીરની સાથે મિશ્ર થતાં હોવાથી વૈક્રિયમિશ્રકાયયોગ ગણાય છે. સંજ્ઞીઅપર્યાપ્ત જીવોને દેવતા, નારકી અપર્યાપ્ત અવસ્થામાં રહેલા હોય ત્યારે ગણાય છે. સંજ્ઞીપર્યાપ્ત જીવો વૈક્રિયા લબ્ધિથી વૈક્રિય શરીર બનાવતાં હોય અને વૈક્રિય શરીરનું સંકરણ કરતાં હોય ત્યારે ઔદારિક શરીરની સાથે વૈક્રિય વર્ગણાના પુગલો જે ગ્રહણ કરેલા હોય છે તે મિશ્રતાને પામે છે તેથી વૈક્રિયમિશ્રકાયયોગ ગણાય છે.
૫. આહારકકાયયોગ અને આહારકમિશ્નકાયયોગ - એક જીવભેદમાં હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો. આ શરીર ચૌદ પૂર્વધર મુનિઓ કરે છે. જ્યારે આહારકશરીર ફેલાવતાં હોય અને બનાવેલું સંકરણ કરતાં હોય ત્યારે ઔદારિકશરીરની સાથે ગ્રહણ કરેલા આહારક વર્ગણાના પુદ્ગલો મિશ્ર રૂપે પરિણામ પામે છે. ત્યારે આહારકમિશ્રકાયયોગ હોય.
૬. કાશ્મણકાયયોગમાં આઠ જીવભેદ હોય છે. સાત અપર્યાપ્તા અને આઠમો સંપર્યાપ્યો. અપર્યાપ્તા જીવોને વિગ્રહ ગતિમાં કાર્મણકાયયોગ હોય છે. સંજ્ઞીપર્યાપ્તા