________________
ર્મગ્રંથ-૪
(૫) બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવને આશ્રયીને ૨૩ અથવા ૨૬ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ. ત્રસકાય, કાયયોગ અથવા વચન યોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અથવા મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંશી આહારી અને આણાહારી.
ર૪
૧. કરણ અપર્યાપ્તા જીવોને પહેલું અને બીજું ગુણસ્થાનક હોય છે. ૨. આ અપર્યાપ્તા જીવોને તથા લબ્ધિ અપયર્યાપ્તા જીવોને ભાષા પર્યાપ્ત શરૂ કરતાં કેટલા આચાર્યોના મતે વચનયોગ પણ માનેલો છે.
૩. સિદ્ધાંતના મતે આ જીવોને બીજા ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ ગણી શકાય છે.
(૬) બેઈન્દ્રિયપર્યાપ્તા જીવને આશ્રયીને ૨૨ અથવા ૨૬ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા, ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, અસંશી અને આહારી અથવા આણાહારી, સાસ્વાદન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧. શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત રૂપે ગણતરી કરવામાં આવે તો આણાહારી આદિ ચાર માર્ગણાઓ ઘટતી નથી.
૨. વિગ્રહ ગતિથી પર્યાપ્ત નામ કર્મનો ઉદય માનવમાં આવે તો શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી સાસ્વાદનસમકિત અને તે સમકિતના કાળમાં બે જ્ઞાન ઘટી શકે છે. અને વિગ્રહ ગતિમાં અણાહારી પણ ઘટી શકે છે. (૭) તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે ૨૩ અથવા ૨૬ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અથાવા વચન યોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંશી, આહારી અને આણાહારી. ૧. કરણ અપર્યાપ્તા જીવોને આશ્રયીને બીજું સાસ્વાદન ગુણસ્થાનક કહેલું છે અને આ ગુણ સ્થાનકે સિદ્ધાંતના મતે આ જીવોને બે જ્ઞાન હોય છે.