________________
ર્મગ્રંથ-૪
બંને આચાર્યોનાં મતે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ચક્ષુદર્શન માને છે. માટે તે ઉપયોગની ગણતરી અપર્યાપ્તા અવસ્થામાં ગણાય છે. ૩. સંશીઅપર્યાપ્તા જીવોને આઠ અથવા નવ ઉપયોગ હોય છે.
૧૬
૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મતિઅજ્ઞાન ૫. શ્રુત અજ્ઞાન ૬. વિભંગજ્ઞાન ૭. અચક્ષુદર્શન ૮. અવધિદર્શન અથવા ૯. ચક્ષુદર્શન. કોઈ જીવ સમકિત લઈને અને સાથે અવધિજ્ઞાન લઈને આવતો હોય ત્યારે તે જીવોને ત્રણજ્ઞાન અને અચક્ષુદર્શન એમ ચાર ઉપયોગ હોય છે. તથા કોઈ જીવ અવધિદર્શનનાં ઉપયોગમાં કાળ કરીને સમકિત સાથે આવતો હોય ત્યારે તેને અવધિદર્શનનો ઉપયોગ હોય છે. કેટલાંક જીવો મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને આવતા હોય ત્યારે વિભંગજ્ઞાન પણ સાથે લઈને આવી શકે છે તેથી તે જીવોને ત્રણઅજ્ઞાન અને અચક્ષુદર્શન ઘટે છે.
કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ચક્ષુદર્શન માનેલું હોવાથી આ દરેક જીવોને ઈન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ થયે ચતુદર્શનનો ઉપયોગ ગણાય છે તેથી નવ ઉપયોગ થાય છે.
૪. ચઉરીન્દ્રિય પર્યાપ્તા અને અસંશીપંચેન્દ્રિય પર્યામા આ બે જીવોને ચાર ઉપયોગ હોય છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. ચક્ષુદર્શન ૪. અચક્ષુદર્શન. આ જીવોને ચક્ષુ પ્રાપ્ત થતાં હોવાથી ચાર ઉપયોગ કહેલાં છે. ૫. સંશી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને બારે બાર ઉપયોગ હોય છે. (૪) ચૌદ જીવસ્થાનક્ને વિષે લેશ્યા દ્વારનું વર્ણન
૧. સૂક્ષ્મ પર્યાપ્તા - અપર્યાપ્તા એકેન્દ્રિય, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિયપર્યાપ્તા - અપર્યાપ્તા, તેઈન્દ્રિયપર્યાપ્તા - અપર્યાપ્તા ચઉરીન્દ્રિય પર્યાપ્તા - અપર્યાપ્તા, અસંશીપંચેન્દ્રિય પર્યાપ્તા - અપર્યાપ્તા આ અગ્યાર જીવભેદને વિષે ત્રણ લેશ્યા હોય છે. ૧. કૃષ્ણલેશ્યા ૨. નીલલેશ્યા ૩. કાપોતલેશ્યા.
૨. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને ચાર લેશ્યા હોય છે. ૧. કૃષ્ણલેશ્યા ૨. નીલલેશ્યા ૩. કાપોતલેશ્યા ૪. તેોલેશ્યા.
આ જીવોને તેોલેશ્યા જે કહેલી છે તે જ્યોતિષી વિમાનમાં રહેલા