________________
૧ર
કર્મગ્રંથ-૪ આ ત્રણ યોગ - કાર્પણ કાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ અને ઔદારિકકાયયોગ.
જ્યારે તિર્યંચ અને મનુષ્યોમાંથી મરીને જીવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહ ગતિમાં અને ઉત્પત્તિનાં પહેલા સમયે એક કાર્યશકાયયોગ હોય. છે. જ્યારે જીવ આહાર પર્યાપ્તિ વખતે આહારનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ખલ અને રસ રૂપે પરિણામ પમાડે ત્યારથી ઔદારિકમિશ્નકાયયોગની શરૂઆત થાય છે. આ કાયયોગ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવ ન બને ત્યાં સુધી હોય છે. એમ કેટલાક આચાર્યો માને છે. શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઔદારિક કાયયોગની શરૂઆત થાય છે. તેથી અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ યોગ મનાય છે.
(૨) બેઈન્દ્રિય અપર્યાપ્તા, તેઈન્દ્રિય અપર્યાપ્તા, ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા આ ચાર જીવભેદને વિષે – એક મતે ત્રણ અથવા ચાર અને બીજા મતે બે અથવા ત્રણ યોગ હોય છે. ત્રણ અથવા ચાર યોગને વિષે કાર્પણ કાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, ઔદારિકકાયયોગ અથવા અસત્યામૃષાવચનયોગ.
કોઈ તિર્યંચ અને મનુષ્ય અપર્યાપ્તા વિકસેન્દ્રિય આદિમાં ઉત્પન્ન થાય ત્યારે, વિગ્રહ ગતિમાં અને ઉત્પત્તિના પહેલા સમયે કામણકાયયોગ હોય છે. ત્યાર પછી આહારના પુલો ગ્રહણ કરે, ખલ રસ રૂપે પરિણામ પમાડે ત્યારથી, ઔદારિકમિશ્રકાયયોગની શરૂઆત થાય છે તે શરીર પર્યાપ્તિથી. પર્યાપ્ત ન થાય ત્યાં સુધી આ યોગ હોય છે. શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઔદારિકકાયયોગ શરૂ થાય છે. જ્યારે જીવ ભાષા પર્યાતિની શરૂઆત કરે ત્યારથી, અસત્યામૃષાવચનયોગ પણ ગણાય છે. આ કારણથી ત્રણ અથવા ચાર યોગ ઘટે છે.
બે અથવા ત્રણ યોગ - ૧. કાર્પણ કાયયોગ ૨. ઔદારિકમિશ્નકાયયોગ ૩. અસત્યામૃષાવચનયોગ.
જ્યારે કોઈ તિર્યંચ કે મનુષ્ય કાળ કરીને વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહ ગતિમાં કાર્પણ કાયયોગ હોય છે. અને ઉત્પત્તિના સમયથી