________________
વિવેચન
કિન્હા નીલા કાઊ તેઊ પમ્હાય સુ ભવિઅરા । વેઅગ ખઈગુવસમ મિચ્છ, મીસ સાસણ અન્નિઅરે ॥ ૧૬ ॥
ભાવાર્થ - દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકગતિ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસકાય, મનયોગ, વચનયોગ, કાયયોગ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન, આ સાકાર ઉપયોગ કહેવાય છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ, ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલદર્શન - આ નિરાકાર ઉપયોગ કહેવાય છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, મિથ્યાત્વ, મિશ્ર, સાસ્વાદન, સંશી અને અસંશી માર્ગણાઓ હોય છે. || ૧૪ થી ૧૬ |
૧૫૯
આહારેઅર ભેઆ, સુરનિરયવિભંગ - મઈસુઓહિદુગે । સમ્મત્તતિગે પમ્હા, સુક્કા સન્નીસુ સદ્િગં ॥ ૧૭ || ભાવાર્થ - આહારી, અણાહારી, આ ચૌદમી માર્ગણા.
દેવગતિ, નરકગતિ, વિભંગજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, પદ્મલેશ્યા, શુલલેશ્યા અને સંન્ની આ તેર માર્ગણાને વિષે સંન્નીપર્યામા અને અપર્યાપ્તા બે જીવભેદ હોય છે.
તમસિત્ર અપજજજુછ્યું, નરે સબાયર અપજજ તેઊએ । થાવરઈગિદિ પઢમા ચઉં, બાર સઅન્નિ દુ દુ વિગલૈ ॥ ૧૮ ॥
ભાવાર્થ - તેમાં અસંશીઅપર્યાપ્તા સાથે મનુષ્યને વિષે ત્રણ. બાદર અપર્યાપ્તા સહિત તેજોલેશ્યામાં ત્રણ. પાંચસ્થાવર અને એકેન્દ્રિયને વિષે પહેલા ચાર અસંશિમાર્ગણાને વિષે પહેલા બાર વિકન્દ્રિયને વિષે પોતપોતાના બબ્બે જીવભેદ હોય છે.
દસચરિમ તસે અયા, હારગ તિરિતણુ, કસાય, દુઅનાશે ।