________________
૧૫૧
વિવેચન શ્રેણી પ્રાપ્ત કરેલી હોય અને ૧૧મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલું હોય તેવા જીવને ઉપશમભાવે ઉપશમચારિત્ર, ક્ષાયિકભાવે ક્ષાયિકસમકિત, ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ. પારિણામિકભાવે જીવત્વ ઘટે છે.
આ રીતે, દીક સંયોગી - ૧૦, ત્રિક સંયોગી – ૧૧, ચતુઃ સંયોગી – ૫, અને પંચ સંયોગી - ૧. એમ ર૬ ભાંગામાંથી દ્વિક સંયોગીનું એક સાતમું, ત્રિક સંયોગીના બે - નવ અને દશમો, ચતુઃસંયોગી બે ચાર અને પાંચમો, અને પંચ સંયોગી – એક એમ કુલ છ ભાંગા સાન્નિપાતિકભાવના ઘટે છે. તેનાં ગતિને આશ્રયીને પંદર ભાંગા થાય છે. દ્વિક સંયોગી સિદ્ધિ ગતિમાં રહેલા જીવોને હોવાથી એક ભાંગો ઘટે છે. ત્રિકસંયોગીનો નવમો ભાંગો ૧૩મા, ૧૪મા ગુણસ્થાનકે રહેલા જીવોને ઘટતો હોવાથી મનુષ્યગતિનો એક ભાંગો ગણાય છે. તથા ત્રિકસંયોગીને દશમો ભાંગો ચારે ગતિમાં રહેલા સંસારી જીવોને ઘટતો હોવાથી ચાર ગતિને આશ્રયીને ૪ ભાંગા ગણાય છે. આ રીતે ત્રિક સંયોગીનાં ૫ ભાંગા થાય છે. ચતુઃ સંયોગીનો ચોથો ભાંગો ચારે ગતિમાં રહેલા સંસારી જીવોને ઘટતો હોવાથી ૪ ભાંગા ગણાય છે. અને પાંચમો ભાંગો ચારે ગતિમાં ઘટતો હોવાથી ૪ ભાંગા ગણાય છે આથી ચતુઃ સંયોગી આઠ ભાંગા થાય છે. પંચ સંયોગી મનુષ્યગતિમાં ઘટતો હોવાથી એક ભાંગો ગણાય છે. આથી, ૧ + ૫ + ૮ + ૧ = ૧૫ ભાંગા ગતિઆદિને આશ્રયીને થાય છે. બાકીના ૨૦ ભાંગા દ્વિક સંયોગીના ૯, ત્રિક સંયોગીના ૮, ચતુ સંયોગીના ૩ = ૨૦ ભાંગા, કોઈ પણ જીવના ઘટતાં નથી માટે અસંભવિત ગણાય છે.
૬ર માર્ગણાને વિષે સાત્રિપાતિકભાવોનું વર્ણન
૧. ક્ષાયિક અને પારિણામિક આ દ્વિક સંયોગી ભાંગો ૬૨ માર્ગણામાંથી ૪ માર્ગણામાં ઘટે છે. કેવલજ્ઞાન, કેવલ દર્શન, ક્ષાયિકસમકિત અને અણાહારી.
૨. ક્ષાયિક – ઔદયિક - પારિણામિક આ ત્રિક સંયોગી ભાંગો ૧૫ માર્ગણામાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ,