________________
વિવેચન
૧૪૯ જીવને માટે ઉપયોગી થાય છે. સિદ્ધિગતિમાં રહેલા જીવોને ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ હોય છે. અને પારિણામિકભાવે જીવત્વ રહેલું હોય છે. આ સિવાયના બાકીનાં નવ ભાંગા સંસારી જીવોને વિષે તેમજ સિધ્ધના જીવો વિષે ઘટતાં નથી. કારણ કે સંસારી જીવોને સામાન્ય રીતે ત્રણભાવ તો હોય જ છે. ક્ષયોપશમ, ઔદયિક અને પારિણામિક. ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ, પારિણામિકભાવે જીવત્વ આદિ અથવા સમકિતી જીવને આશ્રયીને ૪ ભાવ હોય છે. માટે ક્રિકે સંયોગી નવ ભાંગામાંથી એકેય ભાંગો ઘટતો નથી.
ત્રિક સંયોગી ભાંગાઓનું વર્ણન - ૧૦ ભાંગા હોય છે. (૧) ૧-૨-૩ ઉપશમભાવ – ક્ષાયિભાવ - લયોપશમભાવ (૨) ૧-૨-૪ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - ઔદયિકભાવ. (૩) ૧-૨-૫ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - પારિણામિકભાવ. (૪) ૧-૩-૪ ઉપશમભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ (૫) ૧-૩-૫ ઉપશમભાવ - લયોપશમભાવ - પારિણામિકભાવ. (૬) ૧-૪-૫ ઉપશમભાવ – ઔદિયાભાવ – પારિણામિકભાવ. (૭) ૨-૩-૪ ક્ષાયિકભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ. (૮) ૨-૩-૫ ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ - પરિણામિકભાવ. (૯) ૨-૪-૫ ક્ષાયિકભાવ - ઔદયિભાવ - પારિભામિભાવ. (૧૦) ૩-૪-૫ ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ.
આ ૧૦ ભાંગામાંથી છેલ્લા બે ભાંગા એટલે કે ૯મો ક્ષાયિક – ઔદયિક – પારિણામિક ૧૩મા અને ૧૪મા ગુણસ્થાનકે રહેલાં જીવોને હોય છે. તેમાં ક્ષાયિકભાવે કેલવજ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ અને પારિણામિકભાવે જીવત્વાદિ રહેલાં હોય છે. તથા ૧૦મો ભાંગો ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક તેમાં ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ અને પારિણામિકભાવે જીવત્વ આદિ. આ ભાંગો ચારે ગતિમાં રહેલાં સંસારી જીવોને હોય છે. આથી ચાર ગતિને આશ્રયીને તેનાં ચાર ભાંગા ગણાય છે.