________________
EC
વિવેચન યુક્ત અનંત થાય છે.
જઘન્ય યુક્ત અનંતામાં જે સંખ્યા છે તેનો ત્રણ વાર વર્ગ કરવો અને જે સંખ્યા આવે તે સાતમુ જઘન્ય અનંતાનંત પ્રાપ્ત થાય છે. જઘન્ય અનંતાનંતમાં જે સંખ્યા છે. તે સંખ્યાનો ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં છ અનંતી ચીજો ઉમેરવી.
૧. સિધ્ધના જીવો ૨. નિગોદના જીવો ૩. વનસ્પતિકાયના જીવો ૪. અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાળના સમયો ૫. સઘળાયે પુદ્ગલો ૬. લોકઅલોકનાં પ્રદેશો.
આ છ અનંતી ચીજો ઉમેરીને ત્રણવાર વર્ગ કરવો અને પછી તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાપ્તો ઉમેરવા. આટલી ચીજો ઉમેરીએ ત્યારે જે સંખ્યા બને તે નવમુ ઉત્કૃષ્ટ અનંતાનંત પ્રાપ્ત થાય છે. પણ આ અનંત વ્યવહારમાં ઉપયોગી થતું ન હોવાથી ગણાતું નથી. આથી નવમાં અનંતે જગતમાં કોઈ પદાર્થો હોતાં નથી. માત્ર આઠમુ અનંતુ જગતમાં ઉપયોગી હોય છે અને આ આઠમા અનંતે બાવીશ ચીજો રહેલી હોય છે.
૧. સિધ્ધના જીવોથી બાદર પર્યાપ્ત વનસ્પતિ જીવો અનંતુગુણા અધિક તેનાથી
૨. બાદર પર્યાપ્ત જીવો વિશેષાધિક તેનાથી ૩. બાદર અપર્યાપ્ત વનસ્પતિ જીવો અસંખ્યાતગુણા અધિક તેનાથી ૪. બાદર અપર્યાપ્તા જીવો વિશેષાધિક તેનાથી ૫. બાદર જીવો વિશેષાધિક તેનાથી ૬. અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ અસંખ્યાતગુણા અધિક તેનાથી ૭. અપર્યાપ્તા સૂક્ષ્મજીવો વિશેષાધિક તેનાથી ૮. પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યાતગુણા અધિક તેનાથી ૯. પર્યાપ્તા સૂક્ષ્મજીવો વિશેષાધિક તેનાથી ૧૦. સૂક્ષ્મજીવો વિશેષાધિક તેનાથી ૧૧. ભવ્યજીવો વિશેષાધિક તેનાથી ૧૨. નિગોદજીવો વિશેષાધિક તેનાથી