________________
વિવેચન
૫
કે સમુદ્રને વિષે અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો જે નાંખેલો છે, તે દ્વીપ કે સમુદ્ર જેવડો બીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી તેને ઉપાડીને તેનાથી આગળના દ્વીપ અને સમુદ્રને વિષે એક એક દાણો નાંખી નાંખીને ખાલી કરવો. જ્યાં ખાલી થાય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી મૂકી રાખવો અને બીજો એક દાણો લઈને શલાકા પ્યાલામાં નાંખવો. તાત્પર્યાર્થ એ થયો કે શલાકા પ્યાલામાં બે દાણા છે. પ્રતિશલાકા ખાલી છે. મહાશલાકા ખાલી છે અને અનવસ્થિત ભરેલો છે. ભરેલા અનવસ્થિત પ્યાલામાં આગળના દ્વીપ અને સમુદ્રને વિષે એક એક દાણો નાંખી નાંખીને ખાલી કરતાં જવો. જે દ્વીપ કે સમુદ્રને વિષે એ પ્યાલો ખાલી થાય તેના માપનો અનવસ્તિત પ્યાલો બનાવી સરસવથી ભરવો અને એક ત્રીજો દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલા બનાવી બનાવી સરસવથી ભરી ભરીને દ્વીપ અને સમુદ્રને વિષે ખાલી કરી કરીને શલાકા પ્યાલો ભરવો. જ્યારે શલાકા પ્યાલો શિખા સાથે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નાંખેલો હોય તે માપનો અવસ્થિત પ્યાલો બનાવી સંપૂર્ણ સરસવથી ભરવો. ત્યાર બાદ જે શલાકા પ્યાલો ભરેલો છે તેને ઊપાડી આગળના દ્વીપ અને સમુદ્રને વિષે એક એક દાણો નાંખી નાંખીને ખાલી કરવો. જ્યાં ખાલી થાય તેનાથી આગળના દ્વીપ, સમુદ્રને વિષે ભરેલા અનવસ્થિત પ્યાલાનાં દાણાને ક્રમસર આગળના દ્વીપ અને સમુદ્ર વિષે દાણા નાંખી નાંખીને ખાલી કરવો. આ રીતે અનવસ્થિત પ્યાલા બનાવી સરસવથી ભરી ખાલી કરી શલાકામાં એક એક દાણો નાંખી ફરીથી આખો શલાકા પ્યાલો ભરવો. જ્યારે પહેલો શલાકા પ્યાલો ખાલી થયો ત્યારે એક દાણો લઈને પ્રતિશલાકામાં નાંખવો આ રીતે અનવસ્થિત પ્યાલા બનાવી ભરી ખાલી કરતાં એક એક દાણાથી શલાકા ભરવો. સંપૂર્ણ શલાકા ભરાઈ જાય ત્યારે ખાલી કરી એક એક દાણો પ્રતિ શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલાથી શલાકા પ્યાલા ભરવા અને અનવસ્થિત અને શલાકા પ્યાલાથી ભરીને ખાલી કરતાં પ્રતિશલાકા ભરવો. અનવસ્થિત, શલાકા પ્યાલાને ભરતાં ભરતાં અને ખાલી કરતાં કરતાં સંપૂર્ણ પ્રતિશલાકા પ્યાલો