________________
કર્મગ્રંથ - ૩ ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય-આયુ.- નામ – ગોત્ર – અંતરાય
૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭૫ નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે.
પ્રકૃતિઓને વિષે માર્ગણાને આશ્રયીને બંધ વર્ણન : (૧) જ્ઞાનાવરણીયની ૫ પ્રકૃતિઓ પ૯ માર્ગણાવાળા જીવો
બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, (યથાખ્યાત વિના) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (કવળજ્ઞાન - કેવળદર્શન-યથાખ્યાત સંયમ વિના જાણવી). દર્શનાવરણીયની ૪ પ્રકૃતિઓ પ૯ માર્ગણવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ,૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૬ સંયમ (યથાખ્યાત વિના), ૩ દર્શન, (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. નિદ્રા ને પ્રચલા આ બે પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય ને યથાખ્યાત વિના) ૩ દર્શન