________________
૬૫
કર્મગ્રંથ - 3 ઉપઘાત.
પહેલા ગુણસ્થાનકના અંતે ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૨, આયુ ૨, નામ ૧૧. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુ ૨ = તિર્યંચ - મનુષ્યાયુ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.-આયુ- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૦ ૪૭ ૨ ૫ = ૯૪
મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ઔદારિકતૈજસ - કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, પહેલા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ
બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે ને ૫ પ્રકૃતિ દાખલ થાય છે.
દર્શના. ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧. દર્શના. ૩ = થિણધ્ધીરિક. મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય - સ્ત્રીવેદ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય.