________________
નિવેદન
કર્મગ્રંથ-૩ એટલે બંધસ્વામિત્વનો વિષય. જીવ સાથે કર્મનો જે સંબંધ તેને બંધ કહેલ છે અને જીવને બંધનું સ્વામીપણું એટલે કે કયો જીવ કેટલી પ્રકૃતિ બાંધે તેની સમજ આપતા વિષયને
બંધસ્વામિત્વ કહેવાય છે.
જીવ જ્યાં સુધી સંપૂર્ણપણે મુક્ત બનતો નથી ત્યાં સુધી કર્મનું જીવની ઉપર સ્વામીપણું હોય છે એટલે કે જીવ કર્મની ગુલામી ભોગવે છે. અને તે કર્મ જે રીતે નચાવે તેમ નાચે છે. આ વાત ખૂબજ સમજવા જેવી છે અને તેને બને તેટલા વિસ્તારપૂર્વક છતાં સરળ બની રહે તે રીતે પ.પૂ. આચાર્યશ્રી નરવાહનસૂરિ મહારાજે તૈયાર કરી આપેલ છે તે બદલ અમો તેઓના ઋણી છીએ.
આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપનાર સગૃહસ્થ પરિવારનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માની આવા સુંદર સાહિત્ય પ્રકાશનમાં બને તેટલો વધુ ફાળો આપવાની નમ્ર વિનંતી કરી ધન્યવાદ આપીએ છીએ.
એજ લી.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ