________________
કર્મગ્રંથ
૩૮.
૩
.
છે અર્થાત થયા કરે છે અને અપૂર્વકરણ પૂર્ણ થાય છે. ગુણશ્રેણી કોને કહેવાય? અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિ રહેલી છે તેમાંથી દલીકો લઈ લઈને ઉદયાવાલિકાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિ સમયે અસંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ ક્રમ પૂર્વક નાંખે છે. તે આ પ્રમાણે પહેલા સમયે થોડુ બીજા સમયે અસંખ્ય ગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ એમ યાવત અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી કહેવું. આ પ્રમાણે પહેલા સમયે ગ્રહણ કરેલા દલિકોનો નિક્ષેપ વિધિ જાણવો. આ રીતે બીજા આદિ સમયને વિષે પણ દલિક નિક્ષેપ વિધિ કહેવો. પહેલા સમયે ગુણશ્રેણી રચવા માટે જે દલીક ગ્રહણ કરે તે સૌથી થોડા હોય, બીજા સમયે અસંખ્યાત ગુણા અધિક દલિકો જાણવા, ત્રીજા સમયે અસંખ્ય ગુણ અધિક જાણવા. એમ થાવત્ ગુણશ્રેણી કરણના ચરમ સમય સુધી જાણવું. ગુણશ્રેણીનો કાળ કેટલો હોય? એક અંતર્મુહૂર્તનો હોય પણ તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ થકી થોડો અધિક કાળ જાણવો. ગુણશ્રેણીનો નિક્ષેપ કયાં સુધી રહે? અને કયાં સુધી થઈ શકે? અપૂર્વકરણના સમયો અને અનિવૃત્તિકરણના સમય અનુક્રમે ગુણશ્રેણીના દલિકોનો નિક્ષેપ અરસપરસ શેષ શેષ ને વિષે હોય તેનાથી ઉપર ન વધે અર્થાત્ તે દલિકો ઉપર ન જાય આને ગુણશ્રેણી કહેવાય છે. ગુણસંક્રમ કોને કહેવાય? અપૂર્વકરણના પહેલા સમયે અનંતાનુબંધિયાદિ અશુભ પ્રકૃતિઓના દલિકો પર પ્રકૃતિને વિષે (એટલે કે બીજી પ્રકૃતિઓને વિષે) જે સંક્રમ થાય તે સૌથી થોડું હોય, બીજે સમયે પર પ્રકૃતિને વિષે જે દલિક સંક્રમ થાય તે તેનાથી અસંખ્યાત ગુણ અધિક હોય, આ રીતે અસંખ્યાત ગુણ અધિક અધિક અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવું તેને ગુણસંક્રમ કહેવાય છે.
૪૦.