________________
પ્રશ્નોત્તરી વિભાગના ૨૩ પુસ્તકો આજસુધીમાં અમે પ્રકાશીત કરી ચૂક્યા છીએ. જેમાં કર્મગ્રંથ-૬ઢાના ભાગ ૧ થી ૬ પ્રકાશીત થયેલ છે આજે કર્મગ્રંથ-૬ ભાગ ૭+૮ સંયુક્ત રૂપે ૨૪મા પુસ્તક તરીકે પ્રકાશીત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. કારણ જે કર્મગ્રંથ-૬ઠ્ઠાની ઘણા લાંબા સમયથી માંગ આવ્યા જ કરે છે તેના ૧ થી ૮ ભાગનું કામ અમે આજે પૂર્ણ કરી શક્યા છીએ.
કર્મગ્રંથ-૬ના ભાગ ૭-૮ નું લખાણ તૈયાર કરી આપી. તેની પ્રુફ વ્યવસ્થિત રીતે તપાસી આપી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરવાહનસૂરિશ્વરજી મહારાજાએ અમારા પ્રકાશન કાર્યને ખૂબ જ સરળ બનાવી દીધું છે તે બદલ અમો તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ એક ભાગ્યશાળી સગૃહસ્થ પરિવારે આપીને જે લાભ લીધો છે તે બદલ તેઓને ધન્યવાદ આપીએ છીએ.
એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ