________________
૫૬
કર્મગ્રંથ-૬
૩૭૮.
છે
છ માસથી ઓછા આયુષ્યવાળા કેવલી ભંગવતો કેવલી સમુઘાત કરે અથવા ન પણ કરે. સમુદ્યાત કયા કેવલી ભગવંતો કરે? જે કેવલી ભગવંતોને વેદનીય આદિ કર્મની વર્ગણાઓ આયુષ્ય કર્મની વર્ગણા કરતાં અધિક ઓછી કે વિષમ હોય તે સમ કરવા માટે
સમુદ્યાત કરે છે. ૩૭૯. કેવલી સમુદ્યાતનો કાળ કેટલો હોય? ઉ આઠ સમયનો હોય છે.
કેવલી સમુદ્રઘાતનું વર્ણન ૩૮૦. પહેલા સમયે શું કાર્ય કરે? ઉ આત્મ પ્રદેશોનો અધઃ ઉર્ધ્વ લોકાન્ત સુધી દંડ કરે છે. ૩૮૧. બીજા સમયે શું કાર્ય થાય?
બીજા સમયે પૂર્વાપર સ્વયંભૂરમણ સમુદ્રના બન્ને છેડા સુધી લોકાન્ત લગે કપાટ કરે છે (કપાટ=ચોકડી આકાર)
ત્રીજા સમયે શું કાર્ય કરે? ઉ ત્રીજા સમયે લોકાન્ત સુધી આત્મ પ્રદેશોનો વિસ્તાર કરીને મન્થાન
રૂપ કરે છે (મસ્થાન=રયાના આકાર રૂ૫) ૩૮૩. ચોથા સમયે શું કાર્ય થાય? ઉ ચોથા સમયે બાકીના આંતરામાં આત્મ પ્રદેશો વિસ્તારી પુરીને (પૂર્ણ
કરીને) સમગ્ર લોક વ્યાપી જીવ થાય છે. ૩૮૪. પાંચથી આઠ સમયમાં શું કાર્ય થાય?
પાંચમા સમયે આંતરાઓમાંથી આત્મ પ્રદેશોનું સંહરણ કરી મન્થાન રૂપે થાય. છટ્ટા સમયે મન્થાનનું સંકરણ કરે છે. સાતમા સમયે કપાટનું સંહરણ કરે છે. આઠમા સમયે દંડનું સંહરણ કરીને જીવ
શરીરસ્થ થાય છે. ૩૮૫. પહેલા અને આઠમા સમયે કયો યોગ હોય? ઉ પહેલા અને આઠમા સમયે એક દારિક કાયયોગ હોય.
છે