________________
પ્રશ્નોત્તરી વિભાગનું આ રર મું પુસ્તક આજે પ્રગટ થઈ રહ્યું છે ત્યારે અમારે ખૂબ જ આનંદ સાથે કહેવું પડે છે કે સતત આ ચોથા પુસ્તક, એટલે કે કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી ભાગ ૨-૩-૪ પછી આ ભાગ-૫ ના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ પણ શ્રી લાલબાગ મોતીશા જૈન ચેરીટીઝના શ્રી જ્ઞાનખાતા તરફથી આપવામાં આવેલ છે તે બદલ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓનો અમે અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ અમારા આ કાર્યમાં સુંદર સહકાર અચૂક મળશે જ એવી આશા રાખીએ છીએ.
આ પુસ્તકનું લખાણ તૈયાર કરી આપી-તપાસણી કરી આપવાની જહેમત બદલ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબનો અમે આભાર માનીએ છીએ.
પુસ્તકમાં રહી ગયેલ ક્ષતિ એ અમારી ખામી હોઈ ભૂલ સુધારી અમને અચૂક જણાવશો.
પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
III