________________
નિવેદન
પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશનના પ્રશ્નોત્તરી વિભાગના પુસ્તક-૨૧મા તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૪ આપ સૌની સમક્ષ મૂકવાનો આ અવસર અમને જે પ્રાપ્ત થયેલ છે તે પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ તેમજ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ના ટ્રસ્ટીઓને આભારી છે. પૂજ્યશ્રીએ સતત અપ્રમત્તપણે રહીને આ ગ્રંથનું લખાણ તૈયાર કરી આપી અમને લાભ આપ્યો છે તેજ રીતે સતત આ ત્રીજા પુસ્તકનો પ્રકાશન ખરચ સંપૂર્ણ પણે આપીને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, તત્વજિજ્ઞાસુઓની માંગણીને સંતોષવાનો આ અવસર અમને પ્રાપ્ત કરી આપ્યો છે તે બદલ અમે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે ધન્યવાદ આપીને આગળ પણ અમારા આ પ્રકાશનમાં સારો સહયોગ આપવાની વિનંતી કરીએ છીએ.
અમારા પ્રમાદે જે ત્રુટીઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમા કરશો અને સુધારો કરી જણાવશો.
એજ લી.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ