________________
A નિવેદન
કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી વિભાગ કુલ -૮ ભાગમાં પ્રકાશીત થવાનો છે જેનો ભાગ-૧ પ્રકાશીત થઈ ચૂક્યો છે. તેના પ્રકાશકીય નિવેદનમાં, કર્મગ્રંથ દઢામાં મહત્વનું શું છે તે જણાવી દીધેલ હોઈને હવે આ પુસ્તકો અંગે કાંઈપણ કહેવાનું
નથી.
પરંતુ આવા ગહન વિષયને પણ બને તેટલી સરળતાપૂર્વક અને વિસ્તારથી રજુ કરવાની પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજ્યજી મહારાજ સાહેબની હથોટીથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને તથા તત્વ જિજ્ઞાસુ શ્રાવકોને સારી એવી સુગમતા મળશે અને, જ્ઞાનનો લાભ થશે અને ભણનારાઓને આવા પુસ્તકો ખૂબજ ઉપયોગી બનશે એ વિચારે આ પુસ્તકના પ્રકાશનનો અભિલાષ જેઓને જાગ્યો, અને જેમણે ટ્રસ્ટના શ્રી જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે એવા “શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ” ના ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક ખૂબજ આભાર માનવો ઉચિત હોઈ અત્રે નિવેદન કરેલ છે.
પ્રકાશનમાંની કોઈપણ ત્રુટી એ અમારો પ્રમાદ છે તો તે ત્રુટી સુધારી અમને જણાવશો અને ક્ષમા કરશો.
પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ OLO