________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મ ગ્રંથ
(પ્રશ્નોત્તરી ભાગ-૧)
આ
છે ક »
આ ગ્રંથનું નામ સપ્તતિકા શા માટે છે? આ ગ્રંથની મૂલ સીતેર (૭૦) ગાથાઓ છે તેથી સપ્તતિકા નામ છે. આ ગ્રંથમાં શું શું જણાવાશે? મૂલકર્મો તથા તેની ઉત્તર પ્રવૃતિઓનાં બંધસ્થાનો, ઉદય સ્થાનો, સત્તા સ્થાનો તથા દરેકના ભાંગા વિકલ્પો) એટલે કે બંધ ભાંગા, ઉદય ભાંગા તથા ઉદયપદ, પદવંદ ચોવીશી ભાંગા, ષોડશક ભાંગા, અષ્ટક ભાંગા તથા સંવેધ ભાંગાઓનું વર્ણન જણાવેલ છે. બંધસ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) જીવને બંધાતી પ્રકૃતિઓનો જે સમુદાય તે. ઉદય સ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) એક જીવને વેદાતી (ઉદયમાં ભોગવાતી) પ્રકૃતિઓનો સમુદાય તે. સત્તા સ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) એક જીવને સત્તામાં રહેલી પ્રકૃતિઓનો સમુદાય તે. બંધ ભાંગા કોને કહેવાય? પ્રતિપક્ષી પ્રવૃતિઓનું વિભાગીકરણ કરવાપૂર્વક એક સમયે એક જીવને બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે. ઉદય ભાંગા કોને કહેવાય? પ્રતિપક્ષી પ્રવૃતિઓનું વિભાગીકરણ કરવાપૂર્વક એક સમયે એક જીવને વેદાતી (અનુભવાતી) પ્રકૃતિઓ તે અર્થાત ચોવીશને ચોવીશ ગુણા કરીએ તે ઉદય ભાંગા. ઉદય પદ કોને કહેવાય?
આ
ઇ ઈ
9
s