________________
૩ યોગ, યથાખ્યાતચારિત્ર, ૩ દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક
સમકિત, ઉપશમ સમીકીત, સન્ની, આહારી. ૪ જ્ઞાન. ૩૪૧. જ્ઞાનાવરણીયનો પહેલો ભાંગો જ હોય એવી માર્ગણા કેટલી?
૪૦ હોય, નરક, તિર્યંચ, દેવગતિ, એકજિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪-કષાય ૩-અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ક્ષયોપશમ,
અસની અણાહારી = ૪૦. ૩૪૨. જ્ઞાનાવરણીયનો બીજો ભાંગો જ હોય એવી માર્ગણા કેટલી? ઉ એક યથાખ્યાત સંયમ. ૩૪૩. જ્ઞાનાવરણીયના બન્ને ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, ૩
દર્શન, શુકલ, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી. ૩૪૪. જ્ઞાનાવરણીયનો એકેય ભાંગો ન હોય એવી માર્ગણા કેટલી? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૪૫. જ્ઞાનાવરણીયનાં ભાંગાઓ બાસઠ માર્ગણામાં કઈ રીતે જણાય?
પહેલો ભાંગો ૪૦ માર્ગણામાં બીજો ભાંગો ૧ માર્ગણામાં બન્ને ભાંગા ૧૯ માર્ગણામાં ન હોય એવી ૨ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૪૬. અંતરાયકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૯ કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર ત્રણ સિવાયની
જાણવી. ૩૪૭. અંતરાયકર્મનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૪૮. અંતરાયકર્મનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉં ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની માર્ગણા જાણવી.
પ૯