________________
93,
૭૭.
૭૪. ચૌદમા જીવભેદમાં અંતરાયના કેટલા સંવેધ ભાંગા હોય? કયા?
બે-પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા. ૨. અબંધ, પાંચનો ઉદય પાંચની સત્તા. અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ બધાદિમાં સાથે શાથી હોય? અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ બંધમાં સતત સાથે બંધાતી હોવાથી ધ્રુવબંધિ છે ઉદયમાં સતત સાથે રહેતી હોવાથી ધ્રુવોદયી છે તથા સત્તામાં ધ્રુવસતા રૂપે છે. અંતરાય કર્મનો પહેલો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? પહેલો ભાંગો પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય છે. અંતરાયનો બીજો ભાંગો કેટલો ગુણસ્થાનકમાં હોય? બીજો-અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા અગ્યારમા–બારમા બે
ગુણસ્થાનકમાં હોય છે. ૭૮. તેરમા ચૌદમા ગુણસ્થાનકે અંતરાયના કેટલા ભાંગા હોય? શાથી?
એકપણ ન હોય કારણ અંતરાય કર્મનો ક્ષય થવાથી એટલે બંધ ઉદય સત્તામાંથી ક્ષય થાય ત્યારે પાયિક ભાવે દાનાદિલબ્ધિઓ પેદા થાય છે માટે ન હોય. દર્શના વરણીય કર્મના સંવે ભાંગાનું વર્ણન
બંધસ્સય સંતસ્મય પગઈ ઠાણાઈ તિણિ તુલાઈ /
ઉદય કાણાઈ દુરે
ચઉ પણગં દંસણાવરણે ૮ ભાવાર્થ દર્શનાવરણીય કર્મને વિષે બંધ સ્થાનો તથા સત્તા સ્થાનો ત્રણ ત્રણ હોય
છે જયારે ઉદયસ્થાનો બે હોય છે એક ચાર પ્રકૃતિનું અને બીજું પાંચ
પ્રકૃતિનું હોય પાટા ૭૯. દર્શનાવરણીય કર્મના બંધસ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ હોય ૧. નવપ્રકૃતિનું ૨. છ પ્રકૃતિનું, ૩. ચાર પ્રકૃતિનું. ૧. નવ પ્રકૃતિ-ચારદર્શનાવરણીય, પાંચનિદ્રા
૧૯