SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું વર્ણન કરે છે; તો બીજા કેટલાક કવિઓ ચંદ્રને “મૃગાંક એટલે કે “જેના અંક કે ખોળામાં મૃગ(હરણ) છે તે' કહીને ચંદ્રનું વર્ણન કરે છે. આ બંને કિસ્સામાં શશાંક તથા મૃગાંક બંને પદોનો અર્થ ચંદ્ર જ છે; તેથી, ચંદ્રમાં સસલું તથા હરણ એક જ અર્થ ધરાવે છે. આ કવિરૂઢિ છે. શ્લોક(૧૦૧)માં, પ્રથમ પંક્તિમાં જ નાયિકા ચંદ્રને “શશાંક' કહીને સંબોધે છે. બીજો શ્લોક(૧૦૨), શિશુપાલવધ (૨.૫૩)નો છે. તેમાં ચંદ્રમા માટે “મૃગલાંછન' પદ પ્રયોજાયું છે. આ બંને હૃદયંગમ શ્લોકોમાં ચંદ્રની અંદર સસલું તથા હરણ એક જ છે એમ વર્ણવવામાં આવ્યું છે. આ કવિપરંપરાની બલિહારી છે. વિવેકના ઉદા. શ્લોક ૧૦૩, ૧૦૪ અને ૧૦૫માં, “કામદેવના ધ્વજમાં જે ચિહ્ન છે તેનું ક્યારેક મગર તરીકે અને ક્યારેક મત્સ્ય(માછલું) તરીકે વર્ણન થાય છે એ કવિરૂઢિનાં, ત્રણ ઉદાહરણો છે. પહેલા ઉદા. શ્લોક(૧૦૩)માં (મગરરૂપી પતાકા) એ શબ્દો કામદેવના ધ્વજનો નિર્દેશ કરે છે. બીજા ઉદા. શ્લોક(૧૦૪)માં “મીનધ્વજઃ' એ પદ પણ મત્સ્યરૂપી ધ્વજવાળા કામદેવનો નિર્દેશ કરે છે; અને ત્રીજા ઉદા. શ્લોક(૧૦૫)માં “મસ્યચિહ્ન' એ શબ્દો પણ મત્સ્યરૂપી ચિહ્નવાળા કામદેવનું શ્લેષથી સૂચન કરે છે - કેમ કે યાદવસેનાના પતિ પ્રદ્યુમ્ર કામદેવના અવતાર હતા, અને કામદેવ મત્સ્યધ્વજ તરીકે પ્રખ્યાત હોવાથી, આ શ્લોકમાં, કામદેવના અવતાર એવા પ્રદ્યુમનને “મસ્યચિહ્ન' કહ્યા છે. ઉદા. શ્લોક ૧૦૬ અને ૧૦૦માં, અત્રિ ઋષિના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો ચંદ્ર અને સમુદ્રમાંથી ઉત્પન્ન ચંદ્ર-બંને એક જ છે એવું વર્ણન છે. પુરાણમાં ચંદ્રને અત્રિ ઋષિના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો કહ્યો છે. વળી, સમુદ્રમંથનમાંથી જે ચૌદ રત્નો નીકળ્યાં, તેમાં એક ચંદ્ર હતો એવું જ પુરાણમાં વર્ણન છે. આ બંને ચંદ્ર એક જ છે એવી કવિરૂઢિ મુજબ શ્લોક ૧૦૬માં ત્રાત્રિવિ સળે નયનદં થોતિઃ સ રોડબવત્' અર્થાત્ સપ્તર્ષિઓમાં એક એવો અત્રિ ઋષિએ પોતાની નેત્ર-જ્યોતિનું આકાશમાં સંધાન કર્યું જે ચંદ્રમા બન્યું એમ સ્પષ્ટ કહ્યું છે. જયારે મુરારિના અનરાઘવ (૧.૫૮)માં “સમુદ્ર ચંદ્રનો પિતા છે એવું સ્પષ્ટ વર્ણવ્યું છે(વિવેક ઉદા. શ્લોક૧૦૭). ઉદા. શ્લોક. ૧૦૮માં, બાર આદિત્યનું ઐક્ય' દર્શાવતી કવિરૂઢિ અનુસાર, સમસ્ત વિશ્વમાં એક જ સૂર્ય છે એવું વર્ણન રજૂ થયું છે. ઉદા. શ્લોક ૧૦૯માં, વૃત્તિમાં દર્શાવેલ “નારાયણમાધવવિષ્ણતામોરવૂ (વચમ્) અનુસાર, શ્લેષની મદદથી, શિવ તથા વિષ્ણુની તથા કૃષ્ણાવતાર, કૂર્માવતાર, વામનાવતાર, મોહિનીરૂપ આદિ ધારણ કરનાર માધવ અને નારાયણની એકતા ૬૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy