________________
આ કવિસમય છે. જેમ અપયશ કાળો છે તેમજ પાપ પણ કાળું ગણાય છે. આ કવિસમયની પ્રતીતિ શ્લોક ૮૨ના ઉદાહરણમાં થાય છે. હયગ્રીવ સંબંધી આ પદ્યમાં કવિ કહે છે કે - ‘ક્રોધથી ખેંચેલી અને ચમક્તી તલવારની ધારની છાયા જેવું કાળું હયગ્રીવ રાક્ષસનું શરીર, જાણે, કૃષ્ણવંશનો નાશ કરવાના સંકલ્પરૂપી પાપથી કાળું જણાતું હતું.’ આ શ્લોકમાં કવિસમય પ્રમાણે તલવારની ધારની કાળાશ(કૃષ્ણતા) અને પાપની કાળાશ(કૃષ્ણતા)નું વર્ણન થયું છે. શ્લોક(૮૩)માં કવિ ક્રોધની લાલાશનું ચિત્રણ કરે છે : ‘રસાતલના અગ્નિના ગર્ભમાં રહેનાર, ક્રોધનું પ્રમાણ વધી જવાથી લાલચોળ શરીરવાળા અને સભાખંડની રત્નજડિત ભૂમિમાં જેનું પ્રતિબિંબ પડ્યું છે તેવો ભૌમાસુર કે નરકાસુર(કામરૂપનો રાજા), જ્યારે યુદ્ધ માટે ઊઠીને ચાલવા લાગ્યો ત્યારે, માના પેટમાં બાળક હાલે ને માતા । કંપી ઊઠે તેમ, આખી પૃથ્વી કાંપી ઊઠી.' અહીં ક્રોધને કા૨ણે ભૌમાસુરનું શરીર લાલ વર્ણવવામાં આવ્યું છે તેથી આ ક્રોધરક્તતાનું ઉદાહરણ છે. શ્લોક(૮૪)માં અનુરાગ કહેતાં પ્રેમની રક્તતા(લાલપણું) વર્ણવી છે : ‘હે રાજન, ગુણો પ્રત્યેના પ્રેમ(અનુરાગ)થી મિશ્રિત થયેલો તારો યશ(કીર્તિ) ચોતરફ ફેલાતાં, દિશારૂપી વધૂઓ(સ્ત્રીઓ)ના કપાળ પર, અકસ્માત, કંકુનો અર્ધો ચાંદલો થઈ ગયો.’ રાજાનો ગુણ-પ્રેમ લાલ છે તેની સાથે તેનો સફેદ યશ મિશ્રિત થયો કારણથી દિશારૂપી સ્ત્રીઓનાં મુખ ૫૨, ગુણનો અર્ધો લાલ રંગ, યશના અર્ધા સફેદ રંગની પડછે, દેખાવા લાગ્યો. આમ કશા જ પ્રયાસ વગર દિગ્વધૂઓના ચહેરા પર ગુણરૂપ પ્રેમની લાલાશ તથા યશની સફેદીના સંયોગથી ફુંકમનો ચાંદલો અર્ધો જ રહી ગયો, પૂરો ચાંદલો થયો નહીં. આ શ્લોકમાં અનુરાગ(પ્રેમ)ની રક્તતા સ્પષ્ટ રીતે વર્ણિત થઈ છે.
આ
-
અસટ્ના ક્રિયારૂપ અર્થના વર્ણનને લગતા કવિસમયનાં ‘વૃત્તિ’માં બે દષ્ટાંતો આપ્યાં છે. ચકોર પક્ષીઓ ચંદ્રિકાનું પાન કરે છે અને ચક્રવાકયુગલ રાત્રે જુદા જુદા તટો ઉપર આશ્રય કરે છે. ‘વિવેક’ના શ્લોક(૮૫)માં ચકોર ચંદ્રિકાપાન કરે છે તેનું રસિક વર્ણન છે-ખાસ કરીને શ્લોકની છેલ્લી બે પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. શ્લોકાર્થ આ પ્રમાણે છેઃ “હે મૃગલોચના(નાક્ષિ), આ મલયાચલ પર્વતના પ્રાન્તપ્રદેશમાં વહેનારી નદીઓનો પ્રસિદ્ધ કાંઠો છે જે ધનુર્વિદ્યાના અભ્યાસ માટેનું કામદેવનું પ્રિય સ્થાન છે અને જે કાંઠા પર ચકોરીઓ, ચાંચ ઊંચી કરી કરીને તથા કંઠનું હલનચલન કરીને મોતીમય ચંદ્રિકાનું રસપાન કરે છે.’’ શ્લોક(૮૬)માં રાત્રે વિયોગ વેઠતા ચક્રવાકયુગલની, ગ્રીષ્મકાલીન રાત્રિમાં
૫૯