________________
પીળો અને લાલ રંગ; શુક્લવર્ણ અને ગૌરવર્ણ, ચંદ્રમાં દશ્યમાન સસલું અને હરણ; કામદેવના ધ્વજ ઉપરનાં માછલી અને મગર; અત્રિ ઋષિના નેત્રમાં તથા સમુદ્રમાં જન્મેલા ચંદ્ર; બાર આદિત્યો(સૂર્યો), નારાયણ, માધવ, વિષ્ણુ, દામોદર, કૂર્મ વગેરે; કમલા (લક્ષ્મી) અને સંપ; નાગ તેમજ સર્પ, ક્ષીરસમુદ્ર અને ક્ષારસમુદ્ર; સાગર તથા મહાસાગર; દૈત્ય, માનવ અને અસુર - આ સર્વ એક જ છે એમ માનવું. નિયમરૂપ કવિસમયના બીજા અર્થના એટલે કે કવિઓમાં પ્રચલિત રૂઢિ કે માન્યતા મુજબ વસ્તુઓનું વર્ણન કરવાને લગતાં આ બધાં ઉદાહરણો છે. આ ઉપરાંત, આંખ વગેરે અનેક વર્ણન છે; બહુ વખતથી જન્મેલો હોવા છતાં શિવના માથા પરનો ચંદ્ર બાલચંદ્ર છે; કામદેવ મૂર્ત (શરીરવાળો) તથા અમૂર્ત (શરીર વિનાનો) છે - આ પ્રકારનાં વર્ણનો નિયમ એટલે સંકેત એવા અર્થનાં ઉદાહરણો છે.
આમ, સૂત્રમાંના ત્રીજા શિક્ષા-પ્રકાર નિયમરૂપ કવિસમયનું આચાર્યશ્રીએ બે પ્રકારે અર્થઘટન કર્યું છે. પ્રથમ, નિયમ એટલે બધે મોજૂદ વસ્તુનું એક જ સ્થળે નિયમન અને બીજું, નિયમ એટલે કવિરૂઢિ કે સંકેત.
દસમા સૂત્રમાં તથા તેની “વૃત્તિ'માં કવિસમયનાં ૧. અનુલ્લેખ ૨. ઉલ્લેખ અને ૩. નિયમ એ ત્રણ પાસાંનું વિગતવૈર નિરૂપણ કરવા છતાં ગ્રંથકારને આ વિષયમાં સોદાહરણ માહિતી આપવાની આવશ્યક્તા જણાઈ છે. તેથી તેમણે કવિસમય વિષેની ચર્ચાને પોતાની “વિવેક' વ્યાખ્યામાં (પૃષ્ઠ ૨૧ થી ૩૩) વિસ્તારી છે અને ત્યાં કવિસમયના ત્રણ મુખ્ય ભેદોની, દરેકના જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાના આધારે થતા ચાર-ચાર પેટા-ભેદો સાથે, કુલ બાર ભેદોની તથા નિયમરૂપ કવિમયના બીજા અર્થઘટન મુજબ થતા વધારાના ભેદોની, અનેક શ્લોકો સાથે સંપૂર્ણ સમજૂતી આપી છે. મૂળ સૂત્ર તથા “વૃત્તિ’ની માહિતીને વિશદ કરવાની તથા વધારાની શાસ્ત્રીય તથા ઉદાહરણાત્મક સામગ્રી પૂરી પાડવાની “વિવેકના રચયિતાની (ગ્રંથકારની પોતાની) પહેલેથી જ નેમ છે. વિવેક'નું પ્રતિજ્ઞાવાક્ય જ આ નેમ પ્રદર્શિત કરે છે :
विवरीतुं कचिदृब्धं नवं संदर्भितुं क्वचित् ।
काव्यानुशासस्यायं विवेकः प्रवितन्यते ॥ આ હેતુ અનુસાર, ત્રણેય પ્રકારના કવિસમયના બધા જ પેટા-ભેદોનાં, વૃત્તિમાં, જે સંક્ષિપ્ત દષ્ટાંતો આપ્યાં છે તે દરેક દષ્ટાંતનું કાવ્યમય ઉદાહરણ પૂરું પાડતા શ્લોકો, ગ્રંથકાર, “વિવેક વ્યાખ્યામાં(ઉદા. શ્લો.. ૬૧ થી ૧૨૫) રજૂ કરે છે.