________________
* આમ, શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે થઈ ગયેલા કાવ્યશાસ્ત્રીઓમાં રાજશેખરે જે સૌ પ્રથમ કવિસમયના વિષયનું વ્યવસ્થિત નિરૂપણ કર્યું છે, કેમ કે, રાજશેખર પૂર્વેના ગ્રંથકારોએ આ વિષય અંગે મૌન સેવ્યું છે. કદાચ, કવિસમય સ્વભાવતઃ શાસ્ત્ર તથા લોકવ્યવહારની બહારના પદાર્થોના નિરૂપણને લગતો વિષય હોવાથી પ્રાચીન કાવ્યશાસ્ત્રીઓને એનો સમાવેશ પોતાના ગ્રંથોમાં કરવાનું રચ્યું નહીં હોય. કેમ કે ભામહ (૪.૨) જેવા પ્રાચીન આલંકારિકોએ દેશ, કાળ, કલા, લોક, ન્યાય, શાસ્ત્ર આદિથી વિરુદ્ધ વર્ણનને કાવ્યદોષ તરીકે બિરદાવ્યાં હતાં. જો કે આવાં લોકસાસ્ત્રાદિવિરુદ્ધ વર્ણનોય કવિની સર્જનશક્તિની કુશળતાથી દોષ મટીને ગુણ બને શકે એવું આચાર્યો સ્વીકારતા પણ હતા (જુઓ કાવ્યાદર્શ ૩.૧૭૯ ઇત્યાદિ). આ સંદર્ભમાં, કાવ્યસમીમાંસા(અ.૧૮)માં કાલવિભાગના વિવરણ દરમિયાન, રાજશેખર સ્પષ્ટ કહે છે કે દેશભેદથી ક્યાંક ક્યાંક પદાર્થોમાં ફરક પડી જાય છે પણ કવિએ તો કવિપરંપરા અનુસાર જ વર્ણન કરવું ઘટે, દેશ અનુસાર નહીં. અર્થાત્ કવિને માટે તો મહાકવિઓનાં વર્ણન જ પ્રમાણભૂત છે. કવિસમયનું સંરક્ષણ થવું જોઈએ. વાસ્તવિક સ્થિતિ કરતાં કવિસમય વધારે પ્રમાણભૂત છે. હેમચંદ્રાચાર્યદ્વારા શિક્ષા-પ્રકારોનું વિવરણ છે . ૧. કવિસમયનું વિવરણ કરતાં આચાર્યશ્રી દસમા સૂત્ર(૧.૧૦)ની ‘વૃત્તિમાં
કહે છે :
“૧. જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે વસ્તુધર્મો ખરેખર હોવા છતાં તેમનું પોતાની કૃતિમાં નિરૂપણ ન કરવું, ૨. જાતિ વગેરે વસ્તુધર્મો ન હોય છતાં તે છે એ પ્રમાણે વર્ણન કરવું, અને ૩. જાતિ વગેરે ધર્મો બધે ઠેકાણે હોવા છતાં તે એક જ ઠેકાણે, અમુક જ ઠેકાણે છે એવી મર્યાદા બાંધવી કે નિયમન કરવું (આ ત્રણ શિક્ષા પ્રકારો કવિસમયને લગતા છે)'. ૨. છાયાદિ ઉપજીવન ઈત્યાદિ અનુકરણ કે હરણને લગતા ચોથા શિક્ષા
પ્રકાર વિશે ગ્રંથકાર “વૃત્તિમાં કહે છે કે -
(બીજાના કાવ્યની) છાયાનું ૧. પ્રતિબિંબની માફક ૨. ચિત્રની માફક, ૩, બે જીવાત્મા સરખા હોય છે તેવી રીતે, અને ૪, બીજાના નગરમાં પ્રવેશ કરવાની રીતે (પોતાનની કૃતિમાં) અવલંબન કે અનુકરણ કરવું (એ શિક્ષાનો ચોથો પ્રકાર છે). “આદિ' (વગેરે) શબ્દ વડે (બીજાની રચનામાંથી) પદ(શબ્દ),
૪૯