SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ડિત્થ' જેવા યાદચ્છિક સંજ્ઞાવાચક શબ્દોનું આ સ્ફોટરૂપ કે નિત્યરૂપ, જયારે ‘ડિO' શબ્દનો છેલ્લો વર્ણ સમજાય છે ત્યારે આપણે પૂરેપૂરું ગ્રહણ કરીએ છીએ. આ સ્ફોટને “સંહતક્રમ” તરીકે વર્ણવવામાં આવે છે. કારણકે એ નિત્ય છે અને ડિત્થ' શબ્દમાં વર્ષો જે ક્રમમાં આવે છે તેની સાથે એના સ્ફોટરૂપને કંઈ જ લેવાદેવા નથી. આમ “સંહૃતક્રમ” એટલે ક્રમશૂન્ય કે ક્રમરહિત. આનો અર્થ એ કે ‘ડિલ્ય વગેરે સંજ્ઞાવાચક નામો કેવળ વક્તાની ઇચ્છાથી, યાદચ્છિક રીતે, મનસ્વી રીતે, ‘બળદ' વગેરને આપવામાં આવે છે અને એમ કરતાં એ એ વ્યક્તિ કે વસ્તુઓમાં એ સંજ્ઞા સંબંધી કોઈ ધર્મ છે એવું સૂચવવાનો વક્તાનો કોઈ જ આશય હોતો નથી. - આમ છતાં, એક વાત સ્પષ્ટ છે કે સંજ્ઞાથી વ્યક્તિ સૂચવાય છે, ઉપાધિ નહીં, પણ સંજ્ઞાની પણ ઉપાધિ છે એવું તો માત્ર સગવડ કે વ્યવસ્થા ખાતર જ કહેવાય છે. બલકે, જ્યારે કોઈ બળદને આપણે “ડિત્થ” કહીએ છીએ ત્યારે આપણે ‘ડિત્ય' એ સંજ્ઞાને, પેલા “ડિW' નામધારી બળદની ઉપાધિ કે ધર્મ જ ગણીએ છીએ. આ વિવરણમાં વપરાયેલા સંજ્ઞા, યદચ્છા અને દ્રવ્ય એ ત્રણેય શબ્દોનો અર્થ એક જ છે. અને સંજ્ઞા, યદચ્છા કે દ્રવ્ય એ શબ્દના ઉપયોગનું હાર્દ એ છે કે અહીં ઉપાધિ એ પ્રસ્તુત સંજ્ઞાવાચક શબ્દનો સ્ફોટ છે; એનું આદર્શરૂપ છે – “ડિસ્થતિશીદ્રાનાં સ્વરૂપ મિત્યર્થઃ ' સ્ફોટનું સ્વરૂપ સંકેત અંગે વૈયાકરણોના મતનો શ્રી હેમચંદ્રાચાર્યે કરેલો પુરસ્કાર ‘વિવેક'માં વક્તાની ઇચ્છાથી અવાતાં “ડિત્ય' જેવાં સંજ્ઞાવાચક નામોની ચર્ચા કરતાં શ્રી હેમચન્દ્રાચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે “ડિત્થ” વગેરે શબ્દોનું સ્વરૂપ અન્યબુદ્ધિનિર્વાહ્ય” તથા “સંહતક્રમ’ છે. આથી એ વાત નિશ્ચિત બને છે કે ‘ડિત્થ'નું સ્ફોટરૂપ જ વક્તા બળદ પર આરોપ છે. એટલે જ એ વક્તસંનિવેશિત ઉપાધિ ગણાય છે. બોલનાર પોતાની ઇચ્છાથી વિશેષનામ તરીકે “ડિત્ય જેવા શબ્દો જુદી જુદી વ્યક્તિ કે વસ્તુઓ પર ઉપાધિ તરીકે આરોપે છે ત્યારે તે ડિત્થ’ શબ્દનું, છેલ્લો વર્ણ સાંભળવાથી સમજાતું ક્રમ વિનાનું, સ્ફોટરૂપ જ, ડિત્ય સંજ્ઞાધારી વ્યક્તિમાં કે વસ્તુમાં આરોપે છે. સ્ફોટમાં છેલ્લો વર્ણ સાંભળવાથી એકદમ આખા શબ્દનો અર્થ સમજાય છે અને સ્ફોટને શબ્દના વર્ણોના ક્રમ સાથે સંબંધ નથી. આથી સ્ફોટનું સ્વરૂપ “અત્યબુદ્ધિગ્રાહ્ય અને સંહૃતક્રમ' કહેવાયું છે. મમ્મટે પણ “કાવ્યપ્રકાશમાં-(ઉ. ૨. સૂ. ૧૦ની વૃત્તિમાં) ૧૩પ
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy