________________
કેમકે, ઉપાધિ કે ધર્મ બધી જ વ્યક્તિઓમાં વ્યાપેલો હોય છે તેથી એક જ શબ્દ, એ ઉપાધિથી યુક્ત બધી જ વ્યક્તિઓનો બોધ કરાવી શકે છે. સંકેત વ્યક્તિમાં નથી
ઉપરોક્ત સૂત્ર(૨.૧૦)માં કાવ્યપ્રકાશકાર મમ્મટે, એ સંકેતિત અર્થ જાત્યાદિ (જાતિ વગેરે) એટલે કે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય કે સંજ્ઞા એમ ચાર પ્રકારનો છે એવો વૈયાકરણોનો મત રજૂ કર્યો છે. આથી જ વૈયાકરણો અને તેમને અનુસરતા આલંકારિકો જાત્યાદિવાદી કહેવાય છે. અને પછી, “અથવા સંકેતિત અર્થ કેવળ જાતિ જ હોય છે” એવો મીમાંસકોનો મત દર્શાવ્યો છે. આ કારણથી જ મીમાંસકો જાતિવાદી (કેવળ જાતિમાં જ સંકેત છે એ માનનારા) કહેવાય છે. ' - સંકેત વિશેના મુખ્ય ચાર મતોમાંથી મમ્મટે આ સૂત્રમાં વૈયાકરણોનો જાત્યાદિવાદ તથા મીમાંસકોને જાતિરેવવાદ એમ બે મહત્ત્વના મતો કે વાદોનો નિર્દેશ કર્યો છે. આ બે મતો સંકેતના ક્ષેત્ર કે વ્યાપ અંગે જુદા પડે છે. પણ સંકેત વ્યક્તિમાં નથી પણ ઉપાધિમાં કે ધર્મમાં છે એમ માનવામાં વૈયાકરણો તથા મીમાંસકો સંમત છે. આને ખુલાસો એ છે કે જો સંકેતને વ્યક્તિમાં રહેલો માનીએ તો ત્રણ પ્રકારની મુશ્કેલીઓ કે તદોષો ઉત્પન્ન થાય છે : (૧) આનન્યદોષ (૨) વ્યભિચારદોષ અને (૩) વિષય-વિભાગની અપ્રાપ્તિનો દોષ અથવા અર્થભેદના અભાવનો દોષ.
જો “ગાય” એ શબ્દ અમુક એક ગાય(વ્યક્તિ)ને માટે જ સંકેત ધરાવતો હોય તો એ ગાય શબ્દથી બધી ગાયો જે અનંત છે તેમનો નિર્દેશ થઈ શકશે નહીં. આથી આનન્યદોષ ઉત્પન્ન થશે કેમકે એક જ ગાયમાં રહેલો સંકેત બધી (અનંત) ગાયોને આવરી લઈ શકે નહીં.
વળી, અમુક એક ગાય(વ્યક્તિ)માં રહેલો સંકેત એ ગાય સિવાયની બીજી કેટલીક ગાયોનો નિર્દેશ કરે તો નિયમભંગ થાય. આ નિયમભંગ એ જ વ્યભિચારદોષ કહેવાય છે.
વૈયાકરણો તેમજ મીમાંસકો સંકેત ઉપાધિમાં રહેલો છે એ વિશે સંમત છે. પણ વૈયાકરણોના મતે ઉપાધિ ચતુર્વિધ છે, ચાર પ્રકારની છે. એટલે કે ઉપાધિ જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યમાં રહેલી છે. આ કારણથી જ વૈયાકરણો જાત્યાદિવાદી કહેવાય છે.જ્યારે મીમાંસકો જાતિવાદી કહેવાય છે કેમકે એમના મતે ઉપાધિ
૧૩૧