________________
આ શ્લોકમાં ‘ભ્રકુટિ એ ક્રોધનો અનુભાવ છે, બાષ્પ’ કે આંસુએ શોકનો અનુભાવ છે. આમ, અહીં, શોક તથા ક્રોધ બંને, વિભાવના સામર્થ્યથી, એકી સાથે (પદ્યમ) તથા તત્પણ(આશુભાવ)દર્શાવ્યા છે. વિભાવ એટલે કે પ્રથમ દ્રૌપદી એવા શોકનું કારણ (વિભાવ) છે; અને બીજો દુઃશાસન એવાં કુકૃત્યો કરનાર હોઈ ક્રોધનું કારણ (વિભાવ) છે. એ બંને વિભાવો તત્કાળ ઉચિત અનુભાવો (શોકસૂચક આંસુ, ક્રોધસૂચક ભ્રટિ) પેદા કરે છે. આમ, વિરૂદ્ધ સ્વરૂપવાળી ઉગ્રતમ અને કોમળતમ ચિત્તવૃત્તિને લગતા અનુભાવો યોજવાનું અહીં બરાબર છે. પણ
ચઐશ્ચિતમ્' ઇત્યાદિ(શ્લો. ૧૨) લોકમાં આવું કવિકૌશલ વરતાતું નથી, કેમ કે એ શ્લોકમાં પ્રકૃત(શૃંગાર)રસને અનુરૂપ વિભાવાદિથી, સમુચિત વ્યભિચારીભાવની ઉત્પત્તિ દર્શાવવાનો પરિશ્રમ, કવિએ, ઉદ્ધતાઈમાં, કર્યો નથી; તેથી અહીં રસને અનુરૂપ નિરૂપણનો અભાવ છે.
આ રીતે ગ્રંથકારે અલંકારસમીક્ષા કે અલંકારના રસ સાથેના સંબંધની ચર્ચાનું સમાપન કર્યું છે. કાવ્યના મુખ્ય રસને પોષક કે ઉપકારક થાય તેવી અલંકારયોજનાના પાંચ પ્રકારો કે નિયમો ગ્રંથકારે વર્ણવ્યા છે, સમજાવ્યા છે, અને આ નિયમોનો ભંગ થવાથી રસભંગ થતાં કાવ્યસૌંદર્યની હાનિ કેવી રીતે થાય છે તે પણ સોદાહરણ દર્શાવ્યું છે. ઉપર નોંધ્યું છે તેમ, આનંદવર્ધનના “ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની કારિકા ૧૭, ૧૮ અને ૧૯ અને તેમના ઉપરની વૃત્તિમાં પ્રસ્તુત વિચારસામગ્રી તથા ઉદાહરણ પર આ ચર્ચા આધારિત છે અને ધ્વન્યાલોક પરની અભિનવગુપ્તની ‘લોચન' ટીકાના અંશોની, આ વિભાગના વિવરણ માટે તથા શ્લોકોના સૂક્ષ્મ અર્થો સ્પષ્ટ કરવા માટે, ગ્રંથકારને ખૂબ જ મદદ મળી છે એ પણ સ્પષ્ટ છે. અલબત્ત, આ વિભાગનાં પ્રત્યુદાહરણો ગ્રંથકારે પોતે જ લલિત વાભયમાંથી વીધ્યાં છે. આથી અલંકારસમીક્ષાની ચર્ચા શાસ્ત્રીય ગાંભીર્યવાળી બની છે. પણ, શ્રી હેમચંદ્રાચાર્ય અલંકારસમીક્ષાનું અહીં જે સમાપન કર્યું છે તેમાં આનંદવર્ધના થોડા મુદા ઉમેરી શકાય છે. ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની ૧૯મી કારિકા પરની વૃત્તિ પૂરી કરતાં આનંદવર્ધન કહે છે કે કારિકા ૧૮-૧૯માં દર્શાવેલી છ શરતો જાળવીને કવિ કાવ્યમાં અલંકારો યોજે તો તે રસજમાવટમાં સફળ થાય છે. પણ એ છ શરતો કે નિયમોનો ભંગ થાય તો તે રસભંગનું કારણ બને. આવા રસભંગના દાખલા મોટા કવિઓનાં કાવ્યોમાં મળે છે. પણ એવું દોષદર્શન ઈષ્ટ નથી. પણ રસની વ્યંજના માટે અલંકારનો ઉપયોગ થાય તેવા નિયમો અહીં આપ્યા છે. તેનું અનુસરણ કરવાથી અને કવિએ પોતે પણ બીજાં લક્ષણોની કલ્પના કરી લેવાથી કાવ્યના આત્મારૂપ રસનું નિરૂપણ પ્રભાવશાળી બનશે.
૧૨૬