________________
હવે વૃથા છે, નકામી છે. એ દવાઓનું સેવન છોડીને હવે તો તું નારાયણ કે રામ(ભગવાન)નું સ્મરણ કર જેમણે લંકામાં રાવણને માર્યો હતો.’’
સમસ્યાપૂર્તિની અંદર જુદા જુદા અર્થવાળા ત્રણ જુદા જુદા શ્લોકોમાંથી એક-એક પાદ(ચરણ) લઈને, તેમનો, સ્વરચિત એક પાદ સાથે સમન્વય કરવાનો ખૂબજ ચમત્કૃતિપૂર્ણ કવિત્વ ધરાવતો પ્રયાસ પણ કવિઓ કરે છે. આવા પ્રયાસને, ‘વિવેક’માં, ત્રણ શ્લોકમાંથી પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ પાદ એમ ત્રણ . પાદ(પાદત્રય)ની સમસ્યાની સ્વરચિત તૃતીય પદ જોડીને, શ્લોક પૂરો કરીને, થતી પૂર્તિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઉદા.૫૫, ૫૬ અને ૫૭માં, જુદા જુદા અર્થના, ત્રણ શ્લોક આપ્યા છે અને એ ત્રણેય શ્લોકમાંથી અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ પાદ લઈ, એમાં સ્વરચિત ‘નિવસતિ ૫ પિનાજી યંત્ર યાયાં તસ્મિન્ એ ત્રીજું ચરણ ઉમેરી, ઉદા. ૫૮માં આપેલો, તદન નવો, કવિત્વપૂર્ણ શ્લોક રચવામાં આવ્યો છે. રાજશેખરે, ‘કાવ્યમીમાંસા’(અ.૧૧)માં, ‘મિન્નાર્થાનાં તુ પાલાનામેન પારેનાન્વયનું વિત્વમેવ' એટલે કે, જુદા જુદા અર્થવાળાં અનેક પાદો(ચરણો)ને એક પાદ સાથે સાંકળીને અર્થસંગતિ સાધવામાં આવે તો તે હરણ-શબ્દહરણ નથી, પણ એક પ્રકારનું કવિત્વ છે જે કવિપ્રતિભાથી ચમકે છે, એમ કહીને, આ પ્રકારની રચનાનો પરિચ ાપ્યો છે. અને ‘વિવેક’માં જે ચાર ઉદાહરણશ્લોકો(૫૫,૫૬,૫૭ અને ૫૮) છે તે બધા જ રાજશેખરે રજૂ કરેલા છે. આ ચારેય શ્લોકોનો ભાવાર્થ નીચે મુજબ છે :
૧. રાત્રે થનારા પ્રિયા-વિયોગથી ભયભીત ચક્રવાક પક્ષી, બીજા પક્ષીઓને પૂછે છે કે ભાઈ, તમે આ પૃથ્વી પર એવું કોઈ સ્થાન જોયું-સાંભળ્યું છે જ્યાં સૂર્યાસ્ત ન થતો હોય? (ઉદા.૫૫)
૨. સફેદ, લટકતા સાપના જનોઈવાળા, જટાજૂટમાં ગંગાજળ ઘૂઘવે છે તેવા, હરણના ચિહ્ન વગરની ચંન્દ્રલેખાને મસ્તક પર ધારણ કરતા, નીલકંઠ શિવજીનો જય હો ! (ઉદા.૫૬)
૩. સવારે, કુમુદ વિલાય છે ને કમળ ખીલે છે, ઘૂવડ નિરાશ થાય છે, ચક્રવાક હરખાય છે, સૂરજ ઊગે છે ને ચંન્દ્ર આથમે છે. આશ્ચર્ય થાય છે કે પ્રાણીઓને પોતપોતાનાં કર્મો અનુસાર વિવિધ દુષ્પરિણામો ભોગવવાં જ પડે છે(ઉદા.૫૭; શિશુપાલવધ - ૧૧.૬૪).
૪. શું આ પૃથ્વી પર એવું કોઈ સ્થાન જોવા-સાંભળવામાં આવ્યું છે જ્યાં પીળા રંગની ગાઢ જટામાં ઘૂમતી ગંગાને ધારણ કરતા શંકર ભગવાન વસતા
૯૪