SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કે હરણના વિષયની સવિસ્તર, સોદાહરણ ચર્ચા કરી છે અને એ રીતે પોતાના કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં શિક્ષાના વિવિધ પ્રકારોનો સમાવેશ કરીને નવી પરંપરા સ્થાપી છે અને કાવ્યશાસ્ત્રનું ક્ષેત્ર વ્યાપક બનાવ્યું છે. સમસ્યાપૂર્તિ ‘વિવેક'માં અનુકરણના ગૌણ પ્રકારોમાં પદ-પાદ-આદિના યથોચિત ઉપજીવનના કેટલાક પ્રકારો સમજાવ્યા પછી ગ્રંથકાર સમસ્યાપૂરણ કે સમસ્યાપૂર્તિના મનોરંજક શિક્ષાપ્રકારનું વિવરણ હાથ ધરે છે. દસમા સૂત્રમાં આવતા “રૂપવનાયઃ' એ પદમાં મારિ (મદ્રય: એ ભાવિનું બ.વ. છે) શબ્દ છે તેના દ્વારા, સમસ્યાપુરણ વગેરે કેટલાક, વિનોદપ્રદ, અભ્યાસ-પ્રકારોનો શિક્ષાની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. છાયાદિ ઉપજીવન તથા પદ-પાદાદિ ઉપજીવનની જેમ સમસ્યાપૂર્તિ એ પણ પ્રાચીન કાળમાં નવા કવિઓના અભ્યાસક્રમમાં આવશ્યક ગણાતો વિષય હતો. સમસ્યાપૂર્તિમાં કોઈક પ્રાચીન કવિતા કાવ્યમાંથી એક ચરણ, બે ચરણ કે ત્રણ ચરણ લઈને, તેની સાથે અર્થની દૃષ્ટિએ સંગતિ ધરાવતાં, બાકીનાં ચરણો કવિ પોતે રચે એ કાવ્યરચનામાં પ્રાવીણ્ય મેળવવાનો ફળદાયી શિક્ષા પ્રકાર છે. કવિસભામાં પંડિતો અર્થની દૃષ્ટિએ તદી તૂટક અને ભિન્ન લાગે તેવા શ્લોકોના અંશો કવિની સામે રજૂ કરે ત્યારે એ શ્લોકાંશો સાથે બંધબેસતા અર્થવાળાં બીજાં ચરણો જાતે રચીને આખો શ્લોક તૈયાર કરવો એમાં ખરેખરા પદ્યકૌશલનો અને શીઘ્રકવિત્વનો પરિચય રહેલો છે. આથી જ “કવિકંઠાભરણ (સંધિ ૨.૩)માં ક્ષેમેન્દ્ર, ભાષાશિક્ષણ પામી ચૂકેલા, નવા કવિને માટે “વૃત્તપૂરણ કે છંદોબદ્ધ રચનાનો મહાવરો, ખંતપૂર્વક પદ્ય બનાવવાની ટેવ, બીજાનાં કાવ્યોનું અધ્યયન, કાવ્યને ઉપયોગી શાસ્ત્રોનું પઠન તથા સમસ્યાપરિપૂરણમ્ એટલે કે અપૂર્ણ શ્લોકને પૂર્ણ કરવાની કલા પ્રાપ્ત કરવી – આ બધી બાબતોને આવશ્યક ગણે છે. વિવેક'માં સમસ્યાપૂરણના શિક્ષાપ્રકારનું વિવરણ શરૂ કરતાં, ગ્રંથકાર, પ્રથમ પાદસમસ્યાનો ખ્યાલ આપે છે. નવા કવિની શક્તિ જાણવા માટે, પરિપૂર્ણ કરવા માટે આપેલો શબ્દસંદર્ભ એ સમસ્યા છે. એ સમસ્યાનું પૂરણ, અપેક્ષિત અર્થ પરિપૂર્ણ કરવા માટે, બાકીનાં પાદો કે શ્લોકાંશીના નિર્માણથી થાય છે. આ સમસ્યાપૂર્તિ' નામની શિક્ષા-પ્રકાર છે. તેના પાદસમસ્યા, પાદયસમસ્યા અને પાદત્રય-સમસ્યા એ પ્રકારનું આચાર્યશ્રીએ વિવેક વ્યાખ્યા(પૃ.૨૦, ૨૧)માં ઉદાહરણો વડે વિવરણ કર્યું છે. ૦૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy