________________
૭૪
પ્રતિમા–પૂજન
કલ્યાણ માટે શ્રી તીર્થંકરદેવને જન્મ-મહોત્સવ કરવા માટે મેરૂ પર્વત ઉપર જવા પિતાને અભિપ્રાય દેવતાઓને જણાવ્યું. તે સાંભળી મનમાં હર્ષિત થઈ કેટલાક દે વંદન કરવા માટે, કેટલાક પૂજા કરવા માટે, કેટલાક સત્કાર માટે, કેટલાક સન્માન કરવા માટે, કેટલાક કૌતુક જેવા માટે, કેટલાક શ્રીજિનેશ્વરદેવ પ્રત્યેના ભક્તિરાગ નિમિત્તે, કેટલાક શિક્રેન્દ્રના વચનની ખાતર, કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક દેવીએના કહેવાથી, કેટલાક પોતાને આચાર સમજીને (જેમકે-“સમ્યગુ દષ્ટિ દેએ શ્રીજિનેશ્વદેવના જન્મ મહોત્સવમાં ભાગ લેવા જોઈએ) ઈત્યાદિ કારણેને સ્વ-ચિત્તમાં સ્થાપન કરી, ઘણું દેવદેવીઓ શકેન્દ્ર પાસે હાજર થયાં.
જો દ્રવ્ય નિક્ષેપ અપૂજનીય કે નિરર્થક હોત, તે સૂત્રમાં સુખને માટે તથા ભક્તિ નિમિતે વગેરે શબ્દો વંદનાના અધિકારમાં કયારેય ન આવત! તથા શ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણ સમયે પણ, શક્રેન્દ્રનું આસન કંપાયમાન થતાં, અવધિજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય જાણી, શકેન્દ્ર ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સર્વ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ તીર્થ પર જ્યાં ભગવાનનું શરીર હતું, ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અદ્ભુપૂર્ણ નયને શ્રી તીર્થંકરદેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, મૃતકને ચગ્ય સર્વ વિધિ –વગેરે જણાવનારા જે પાઠે છે, તે પણ દ્રવ્ય નિક્ષેપની વંદનીયતાને જ સિદ્ધ કરે છે. - આ સિવાય બીજી રીતે પણ દ્રવ્ય નિક્ષેપો અને તેની પૂજનીયતાની સિદ્ધિ થાય છે. શ્રીઋષભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાન કાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે. સાધુશ્રાવક તમામ ચતુર્વિશતિસ્તવ એટલે કે લોગસ્સ સૂત્રને પાઠ બોલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીસ તીર્થકરોના જીવ, ચોર્યાસી લાખ જીવનિમાં ભટકતા હતા, તેથી તેમને તે વખતે નમસ્કાર ભાવ-નિક્ષેપથી થયે ગણી શકાય નહિ, કિન્તુ દ્રવ્ય નિક્ષેપથી જ થયે ગણાય.
વર્તમાન કાળમાં તે તે ગ્રેવીસમાંના એક પણ ભાવ નિક્ષેપે નથી, કારણ કે બધા સિદ્વિગતિમાં ગયેલા હોવાથી ભાવ નિક્ષેપે અરિહંત તરીકે નહિ, પણ સિદ્ધ તરીકે બિરાજમાન છે. જે એક ભાવ નિક્ષેપને માની, બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને માનવાના ન હોત, તે લેગસ્સ દ્વારા કોને નમસ્કાર થાય?