SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Leo પ્રતિમા પૂજન * * * * * (૨) પ્રજા વત્સલ રાજાઓનાં પૂતળાને જેવાથી વફાદાર રેયત નારાજ નહિ થતાં પ્રસન જ થાય છે. એ જ કારણે તેવા રાજા-મહારાજાઓનાં તથા મહાન પરાક્રમી પુરુષનાં પુતળાં તેમના સમરણાર્થે ઊભા કરેલાં ઠેર ઠેર નજરે પડે છે. (૩) પરદેશવાસીઓ પિતાના સ્વજનાદિના હસ્તાક્ષરના પત્રને જેઈને પણ સ્વહિતિષીઓને મળ્યા એટલે હર્ષ અનુભવે છે. (૪) પોતાના વડીલ તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના ઉપકાર અને ગુણોનું મરણ થાય છે અને હદય પ્રેમથી પ્રફલિત બને છે. (૫) વેગાસનની વિચિત્રાકાર સ્થાપનાઓ જોવાથી, યેગી પુરુષને ગાભ્યાસમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, . (૬) ભૂગોળના અભ્યાસીઓને નકશાઓ વગેરેથી, વિશ્વમાં રહેલા અનેક વસ્તુઓનું જ્ઞાન સહેલાઈથી થાય છે. (૭) શાસ્ત્રો સંબંધી અક્ષરની સ્થાપનાથી. તે જેનાર મનુષ્યને શાસ્ત્રોનું જ્ઞાન પણ થાય છે. (૮) ખેતરમાં પુરુષોની આકૃતિ (ચાડિયા) ઉભી કરવાથી, તે આકૃતિ નિર્જીવ હોવા છતાં તે વડે ખેતરના પાકની રક્ષા સારી રીતે થાય છે. (૯) લોકોમાં કહેવાય છે કે-અશોકવૃક્ષની છાયા ચિંતાને દૂર કરે છે. ચંડાળ પુરુષની કે ઋતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર ઉપજાવે છે અને સગર્ભા સ્ત્રીની છાયાનું ઉલ્લંઘન કરવાથી પુરુષની શક્તિ ક્ષય પામે છે. આ બાબતે વિજ્ઞાન સિદ્ધ છે. (૧૦) પાપડ–વડી તેમજ તેવા નાજુક પ્રદાર્થો પર રજસ્વલા સ્ત્રી ની નજર પડતા તેમાં ફેરફાર થઈ જાય છે. (૧૧) શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રામની પાદુકાન રામની જેમ જ પૂજા કરતા હતા. સીતાજી પણ રામની વીટીનું આલિંગન કરી સાક્ષાત્ રામ સહ્યા-ટલો આનંદ અનુભવતાં હતાં. રામચંદ્રજી પણ હનુમાને લાવેલ સીતાનાં અલંકારને જોઈને ખૂબ રાજી થયાં હતાં. (૧૨) શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કે દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી, તેની પાસેથી એકલવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્ય વિદ્યા સિદ્ધ કરી હતી.”
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy