SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા–પૂજનની શાસ્ત્રીયતા, વૈજ્ઞાનિકતા અને બુદ્ધિગમ્યતાને સિદ્ધ કરનારી પ્રેરક–બાધક પ્રશ્નોતરી ૧-૨ ૧૨ D ચાર નિક્ષેપ -નિક્ષેપાનું વિસ્તૃત નિરૂપણ પ્રશ્ન-૧. ચાર નિક્ષેપાનાં નામ અને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શું ? ઉત્તર : શ્રી અનુગદ્વાર સૂત્રમાં શાસકાર મહર્ષિ ફરમાવે છે કે થ ચ નાના, નિવણે નિવ નિરવ . जत्थ वि य न जाणेज्जा, चउक्कय निकिष य तत्थ॥" અર્થ - જ્યાં જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે, ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપો કરવા અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણી શકાય, ત્યાં તે વસ્તુમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપ તે. અવશ્ય કરવા. * તાત્પર્ય એ છે કે જગતનાં તમામ દ્રવ્યો, નવે તો, પાંચે પરમેષ્ટિઓ અને નવે પદે આ દરેકમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તે અવશ્ય ઉતારી શકાય છે. કઈ પણ વસ્તુનું સ્વરૂપ જાણવા માટે સામાન્ય પણે ઓછામાં ઓછા ચાર નિક્ષેપા અવશ્ય કરવામાં આવે છે. તે આ પ્રમાણે (૧) નામ નિક્ષેપ-વસ્તુના આકાર અને ગુણથી રહિત નામ, તે નામ નિક્ષેપ કહેવાય છે. (૨) સ્થાપના નિક્ષેપ-વસ્તુના નામ તથા આકાર સહિત, પરંતુ ગુણ . રહિત, તે સ્થાપના–નિક્ષેપ કહેવાય છે, કરનાર વિક છે * * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy