________________
પ્રતિમા પૂજનની શાશ્વતતા ૮
પ્રતિમા પજન : આત્મ કલ્યાણનુ અતિશય અગત્યનું અંગ
“नामाकृतिद्रव्य भावैः, पुनत त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे ||
આ સુરમ્ય પદ્ય-રત્નમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વર મહારાજા ફરમાવે છે કે
“સર્વ કાળમાં અને સ ક્ષેત્રમાં ‘નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ આ ચારે સ્વરૂપ વડે ત્રણે જગતના જનાને પવિત્ર કરનારા શ્રી અરિહતાની અમે ઉપાસના કરીએ છીએ.
ઉપરાક્ત પદ્યમાંથી એ ભાવ નીકળે છે કે, શ્રી અરિહંત ભગવંતની મૂર્તિ એ અને તેની પૂજા આજ કાલની નથી. પર ંતુ સદાની છે. કારણ કે શ્રી અરિહંત ભગવંતા આજ કાલના નથી, પણ અનાદિના છે.
આ કથનાનુસાર શ્રી અરિહ ંતાના ચારે નિક્ષેપાએ ઉપાસ્ય છે. આ ચારમાંથી એક પણ નિક્ષેપાની અવગણના સમ્યક્ત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત સમ્યક્ત્વનો નાશ કરનાર છે.
અસ્તિત્વ ન
કોઈ પણ કાળ એવા નથી, કે જેમાં મૂર્તિ પૂજાનું હાય અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી, કે જેમાં શ્રી અરિહંત ભગવ તાની મૂર્તિએ તેના ઉપાસકાને પવિત્ર કરતી ન હોય !
।