SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મું ૩૭. ૮- મ છે , - ક દ્રવ્ય દયા કરનારે માત્ર કેટલાંક પ્રાણીઓનાં કેટલાંક દુ:ખે છેડા. સમય માટે દૂર કરી શકે છે, જ્યારે ભાવે દયા કરનાર સર્વ જીનાં સર્વ કાળનાં દુઃખેને દૂર કરનારે અર્થાત્ તેઓને દુઃખના કારણરૂપ પાપનાં દેવામાંથી હંમેશને માટે મુક્ત કરનારે હોય. સમ્યગૂ દર્શનાદિ ભાવ ગુણની પ્રાપ્તિ ઉપરાંત મોક્ષનાં બીજાં પણ કારણો જેવાં કે સૂત સાધુ સમાગમ, તેમના મુખ-કમળથી જગદુદ્ધારક નિષ્કલંક શ્રી જિન વચનનું શ્રવણ, સર્વવિરતિમય શુદ્ધ જીવનનું સેવન અને પરંપરાએ અવ્યાબાધ શાશ્વત પદની પ્રાપ્તિ વગેરે શ્રી જિનેશ્વરદેવની પૂજા અને ભક્તિ વગેરેથી અવશ્ય પ્રાપ્ત થાય છે. તરસ્યાને પાણી પાવું એ દ્રવ્ય દયા છે. જ્યારે તણાગ્રસ્તને સંતોષ ગુણ પમાડવો એ ભાવ દયા છે. તૃષ્ણની શાંતિથી આત્માને જે સુખ ઉપજે છે, તે તૃષાતુરને મનગમતું પીણું મળે અને જે સુખ થાય તે સુખ કરતાં સર્વ અપેક્ષાએ અનંત ગણું છે. એટલે દ્રવ્ય દયા તેના સ્થાને જેટલી ઉપકારક છે, તેના કરતા ભાવ દૂયા તેના સ્થાને અનંતગુણી ઉપકારક છે. આવી દયાને પરિણામ અર્થાત પરિણતિ પરમ દયાવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની પૂજા ભકિત કરવાથી થાય છે, માટે તે અવશ્ય કરવી જોઈએ. શ્રી જિનપૂજામાં દાનાદિ ધર્મોની આરાધના શ્રી જિનેશ્વર દેવની પૂજા વખતે પુણ્યબંધ રૂપ અને કર્મક્ષય રૂપ ઉત્પર્ય પ્રકારના ધર્મની આરાધના એક સાથે થાય છે, તે નીચેની વિગતેથી સમજી શકશે. શ્રી જિનપૂજાના સમયે અક્ષતાદિ ચઢાવવા તે દાનધર્ણ છે. શ્રી જિનપૂજન સમયે વિષય વિકારને ત્યાગવા તે શીલધર્મ છે. શ્રી જિનપૂજન સમયે અશનપાનાદિને ત્યાગ તે તપધર્મ છે. શ્રી જિનપૂજન સમયે શ્રી જિનેશ્વર દેવના ગુણગાન કરવાં તે ભાવધર્મ છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy