SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર પ્રતિમાપૂજન છે, તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામી, પોતાના ક્ષાયેાપશમિક કે ક્ષાયિક ગુણાને પ્રાપ્ત કરે છે. ગુણ પ્રાપ્તિ થવાથી ગુવાનનાં વચને તરફ શ્રદ્ધાની તીવ્રતા થાય છે. જેમ જેમ શ્રદ્ધા તીવ્રતર થતી જાય છે, તેમ તેમ ગુણવાનના વચને અનુસાર વર્તન કરવા માટે આત્મામાં તત્પરતા પ્રગટે છે અને એ વનની તત્પરતામાંથી ખાદ્ય-અભ્યંતર સર્વ સયાગાના ભાગ આપવાની તૈયારી થાય છે. તેનું જ નામ સ વિરતિ છે. આ રીતે પરપરાએ, પ્રભુમૂર્તિનુ પૂજન સર્વ વિરતિના ધ્યેયને પહેાંચવાનું સાધન બની શકે છે. એટલું અવશ્ય છે કે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને પૃજનારા સર્વ મનુષ્યા તે જ ભવમાં સર્વ વિરતિના ધ્યેયને પહેાંચી વળે-એ અને નહિં. તેમ છતાં તે ધ્યેય તરફ આગળ તા વધે જ છે. મેટ્રિક પાસ થવાના લક્ષ્યપૂર્વક સ્કૂલમાં ભણતા વિદ્યાથી, એક-બે દિવસ કે એકાદ માસમાં મેટ્રિકના લક્ષ્યને સાધી શકતા નથી. પરંતુ વર્ષાની મહેનત, નમ્રતા, ગુરૂ-સમર્પણ વગેરે દ્વારા મેટ્રિકના લક્ષ્યને પામે છે. તે જ રીતે ઘણા ભવા સુધી વિરાધનાનું વન અને આરાધનાનું સંપાદન થયા બાદ જ મારાધક મેાક્ષરૂપી લક્ષ્યને સાધી આપનાર સર્વ વિરતિને પામે છે. શ્રી જિનેશ્વર-પરમાત્માની પૂજા કરનારા તેમના રાજવૈભવને કે સુખ સમૃદ્ધિને આગળ કરીને તેમને પૂજતા નથી, પરંતુ તેઆએ આરભ-પરિગ્રહ અને વિષય-કષાયના સર્વોથા ત્યાગપૂર્વક સેવેલા અનગારપણાની અને પ્રાપ્ત કરેલ અઢાર દોષ રહિતપણાની પૂજા કરે છે. શ્રી જિનેશ્ર્વર પરમાત્માની મૂર્તિનું પૂજન એ રીતે સવિત વગેરે ગુણેા તરફ બહુમાન ધારણ કરીને થાય છે, તેથી તે સવિરતિને અપાવનાર થાય જ છે. પૂજાનુ" અથી પણ' પ્રભુમાં અસંભવિત એક એવા પણ તર્ક સ’ભવિત છે કે શ્રી જિનેશ્વરદેવા હિંસાને ત્યાગ કરવા માટે સાધુઓને સ'સારને ત્યાગ કરવાના ઉપદેશ આપે, તીત્ર કષ્ટો સહવાનુ ને છેવટે પ્રાણત્યાગ પ તનું દુ:ખ વેઠવાનુ` કહે અને પેાતાની પૂજા માટે હિંસાદિ થાય, તે પણ એનું નિર્જરાદ્વિ ફળ, બતાવે, એ શુ ાગ્ય છે ?
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy