SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ જીવનની સર્વત્ર સુવાસ ફેલાવવામાં સહાયક બને છે, પરિણામે મંદિરમાં દેવનું અને ઉપાશ્રયમાં ગુરૂનું મહત્વ ઘણું જ વધી જાય છે. પ્રશ્ન-૩ મન મંદિરમાં આત્માને–પરમાત્માને પધરાવીને ભક્તિ કરીએ તે. પછી મંદિરની આવશ્યકતા રહે ? ઉત્તર મન આધાર વિના રહી શકતું નથી– મન અસ્થિર છે, અશુદ્ધ છે. આવું મન આત્માની મૂડી (રત્નત્રય) લુંટાવનારા લુંટારા જેવું છે. જીવને “ચિંહુગતિને દુઃખ દેનારું છે. જેમાં અનાદિ કાળની વાસના ઢંકાઈને સુપ્ત પડી હોય, અને જેને નિમિત્ત મળતાં જ ન કરવાનાં કામ કરવાનું મન થાય, તેવા મનમાં આત્મા કેવી રીતે ઓળખાય ? પરમાત્માનો પ્રવેશ પણ કેવી રીતે થાય ? વ્યવહારમાં પણ કચરાવાળા મકાનમાં કોઈ રહેતું નથી, કાંકરાવાળું ભજન પણ કેઈ લેતું નથી, મલિન વસ્ત્રને કઈ પહેરતું નથી, તે પછી જેમાં અનાદિકાલીન રાગ-દ્વેષને પારાવાર મળ પડયો હોય, તેવાં મનમાં આત્માને કે પરમાત્માને પધરાવીને ભક્તિ કેવી રીતે થાય ? ખતરનાક એવી મનની ચાલબાજી સમાવનાર ધર્મગુરૂઓના ઉપદેશની પણ જરૂર શી ? અને મનડું કિમ હિ ન બાઝે એ કુંથુજિન મનડું કિમ હિ ન બાઝે મન સાધ્યું એણે સઘળું સાધ્યું” એવા શાસ્ત્ર વચનોની કે ભક્ત હૃદયના ઉદ્દગારની પછી તો જરૂરૂ પણ પડે જ નહિ........ પુષ્ટ આલંબન વિના જીવને ફાયદા થતાં નથી. મનને પુષ્ટ આલંબન આપવાની આથી જ જરૂર ઉભી થાય છે, શત્રુંજય જેવા તીર્થસ્થાનોમાં જતાં આત્મા પોતાના મનને પ્રભુ તરફ વાળે છે. પ્રભુ ભક્તિ કરતાં ધન્યતા અનુભવે છે. દર્શનાદિથી દુરિતને ધવંસ કરે છે. મનને શુદ્ધ કરવા માટે મંદિર અને ઉપાશ્રયો, દેવ-ગુરૂ-ધર્મનો સતત આવશ્યકતા ઉભી રહે છે. કારણ કે સાકાર વિના નિરાકારમાં કદી જવાત નથી. દેવની પ્રતિમાના દર્શન-વંદનપૂજન–સ્તવનસ્મરણ–ઉપદેશાદિ મનને ન-મન કરવા માટે અનિવાર્ય સાધન છે. તેથી જ શાસ્ત્ર પિકારી–પકારીને મનને પત્તર રાવ પવાર–આ ચારના શરણે રહેવાનું કહ્યું છે. તે દર્શાવે છે કે મનને મનમંદિર બનાવવા માટે, તેમાં આત્મા કે પરમાત્માને પધરાવવા માટે આ ચાર જ્યાં મળે, ત્યાં જવાની ખૂબ જ જરૂર છે, તે જ તેની આવશ્યકતા પૂરવાર કરે છે. પ્રશ્ન ૪ મંદિરે સાદા હોય તો શું વાંધો છે તેની પાછળ લાખો કરડે ખર્ચવા તે શું ધનને દુર્વ્યય નથી ? - --*
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy