SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ પરિશિષ્ટ * મંદિરની પરંપરાથી ભારતની સંસ્કૃતિ અને ધર્મ આજે પણ સજીવ છે, આજે જે સ્વરૂપમાં તેની પરંપરાઓ જોવા મળે છે, તે શ્રદ્ધાળુ ધાર્મિક આત્માએને લઈને છે. ગરીબોને આપવા માટેની દયા ભાવના સારી છે, પરંતુ એ દયા ધર્મના મૂળ તો ભગવાન છે, એને આધાર નહી હોય તે દયા પણ ક્યાંથી ટકવાની ? વળી મંદિરે બાંધવાના કાર્યમાં પણ હજારેને રોજી મળે છે, દેશને પૈસો દેશમાં રહે છે, પરદેશ જતા નથી. ધર્મની ધજા ફરકાવતાં મંદિરે, અનેક આત્માઓને ભક્તિ કરવા માટે, તીર્થ યાત્રા કરવા માટે પુષ્ટ આલંબન પૂરું પાડે છે. તેના દ્વારાજ દયા–દાનાદિ ધર્મોનાં આટલાં પરોપકારી કાર્યો ટકી રહ્યાં છે. મંદિર બંધાવનારા પૂણ્યશાળી આત્માઓ, અનેક જીવો ઉપર ઉપકારી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. સદૂગતિનાં. મુક્તિનાં ભાથાં મેળવે છે. - આજે દેવ દ્રવ્યમાં ખર્ચ કરવાની ના પાડનારા ચલચિત્રો, ક્રિકેટ–ફેશનઈત્યાદિ મેજ શેખ કે રમતો પાછળ પારાવાર પૈસો ખરચતાં અટકતાં પણ નથી ! ત્યાં ગરીબ માણસો યાદ પણ આવતાં નથી ! અને ધર્મ કાર્યો પાછળ-થતાં ખર્ચાઓ માટે બૂમાબૂમ કરી મૂકવી, એ શોભાસ્પદ નથી. આજે મનને બગાડનારાં સાધને પ્રત્યે, અશાંતિ વધારનારાં તો પ્રત્યે, કે વ્યક્તિઓ પ્રત્યે પૈસે વાપરવો એ ન્યાય નથી, પણ મન જેમાં સુધરે, મનને શાંતિ મળે, વ્યક્તિનું સાચું આત્મ-સ્વાતંત્ર્ય પાંગરે એ દિશામાં દ્રવ્યનો વપરાશ તે ન્યાય સંમત છે, કારણ કે તેમાં તન-મન અને ધન એ ત્રણેનો સદુપયોગ થવાથી એ ત્રણેય સુરક્ષિત રહે છે, બાકી દુઃખી પ્રત્યે દયા કરવાનું કાર્ય તે સમાજના સાધન સંપન્ન અગ્રણીઓ કરતા જ રહે છે, તે માટે દાનાદિને ઉપદેશ સાધુઓ આપતા જ હોય છે, પ્રશ્ન- ૨ એક ગામમાં ઘણાં મંદિરોની શી જરૂર ? કારણ કે મંદિરે જનારા ઓછા થતા જાય છે, અને પૂજા કરનારા તે ખુબ ઓછા થઈ ગયા છે, માટે વધુ મંદિરે બાંધીને દેવનું મહત્વ ઘટતું અટકાવવું જોઈએ. ઉત્તર- પશ્ચિમની કેળવણીના પ્રતાપે આજે ભોગ વિલાસના અનેક સાધન વધી રહ્યાં છે ભૌતિક જીવનની સુખ સગવડે પણ વધતી જતી દેખાય છે. શરીર અને ઈન્દ્રિય સુખની રૂચીના કારણે આત્મા અને બુદ્ધિને બગાડનારાં સાધન પ્રત્યે મનનું વલણ રહે તે સ્વાભાવિક છે. - ભારત ગામડાઓને દેશ છે ગામે આજે ઉજજડ થતાં જાય છે. ગામ ઉજજડ થાય એટલે મંદિરે જનારા અને પૂજા કરનારા ઓછા થાય, એ પણ દેખીતુ છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy