SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २९० પ્રતિમા પૂજન એવા અનંતગુણ શ્રી જિનેશ્વર દેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનાર છે. તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીના પૂજન માટેને સદુપયોગ તે અનંત લાભને આપના થાય, તેમાં આશ્ચર્ય જ શું ? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, દાન આદિ અગણિત ગુણે, પૈકી એકાદ ગુણના શિખરે પહોચેલા પુરુષના સમરણ મનન આદિથી. પણ માણસમાં તે ગુણ પ્રગટે છે અને તેને પ્રતિપક્ષી દેષ નાશ પામે છે. એ સર્વવિદિત હકીકત ધ્યાનમાં લેનારને અનત ગુણવાન શ્રી, જિનેશ્વરદેવના સ્મરણ, મનન, વંદન, પૂજન આદિ કરવાથી ગુણ-સમૃદ્ધ જીવનની પ્રાપ્તિ બાબતમાં લેશ પણ સંશય રહે તેમ નથી. મહાસતી સીતાજીના નામના સહારે અનેક સ્ત્રીઓએ પોતાના શીલની સુરક્ષા કર્યાના દાખલા મોજુદ છે. - રાજા હરિશ્ચદ્રના જીવનમાંથી પ્રેરણું લઈને અનેક માન સત્ય પરાયણ જીવન જીવવામાં સફળ થયા છે. in દાનેશ્વરી કર્ણને દાખલાએ અનેકને દાનશૂરા બનાવ્યા છે. તે | પછી શીલ, સત્ય, દાન આદિ અનંત ગુણના પ્રકર્ષને પામેલા શ્રી | જિનેશ્વર દેવની પૂજા ભક્તિ કરવાથી સમગ્ર જીવન ગુણ સમૃદ્ધ બની (જાય તેમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. હવે કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ અંગે વિચારીએ : બીજા તરફથી આ લોક સંબંધી કે પરલેક સબંધી થડે પણ ઉપકાર પિતાના ઉપર થયે હોય, તેને ન ભૂલવે, તે કૃતજ્ઞતા ગુણ છે. શ્રી જિનેશ્વર દેવો તરફથી ત્રણ જગતના તમામ જીવે ઉપર જે ઉપકાર થયા છે તેમજ થઈ રહ્યા છે, તે વર્ણનાતીત છે. જન્મ આપનાર માત-પિતાને ઉપકાર, આજીવિકાનું સાધન પૂરું પાડનાર સ્વામીને ઉપકાર, લૌકિક વિદ્યા શીખવનાર વિદ્યાગુરૂને ઉપકાર દુપ્રતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર સદ્દગુરૂનો ઉપકાર અત્યંત દુપ્રતિકાર મનાય છે. કોઈ પણ પ્રકારે તે ઉપકારને બદલે વાળી શકાતો નથી. જ્યારે શ્રી જિનેશ્વર દેવાનો ઉપકાર તે ઉક્ત સર્વના ઉપકારોને ટપી જાય, તે અસાધારણ છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy