SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રતિમા-પૂજનશબ્દાત્મક સ્વ૫ પણ જડ પદગલોની ભકિતને ફેળવતી માનવી અને એ જ શબ્દને ઉત્પન્ન થવાના અસાધારણ નિમિત્ત સ્વરૂપ આકારાત્મક વિશાળ-કાય જડ પુદ્ગલેની ભક્તિને નિષ્ફળ એટલે કે પાપવર્ધક માનવી, એ ટૂંકી બુદ્ધિનું પરિણામ છે. નામ જે કલ્યાણકર છે, તે એનામ જે આકારનું છે, તે આકાર અધિક કલ્યાણકરે છે. એમાં કઈ પણ સમજદારના બે મત હેઈ શકે જ નહિ. સાવઘતા- નિરવઘતાને ભેદ સમજવો ખૂબ જરૂરી નામની ભક્તિ નિરવદ્ય (નિષ્પા૫) છે અને આકારની ભક્તિ સાવદ્ય (સપા૫) છે, એ તર્ક કરનારા સાવદ્ય-નિરવદના ભેદને સમજી શક્યા નથી. ભક્તિ કે ગુણ પ્રાપ્તિના કઈ પણ કાર્યને સાવદ્ય કહેવું, એ શ્રી જૈનશાસનને સમ્મત નથી. એટલું જ નહિ, પરંતુ કઈ શિષ્ટ માણસનેય એ કથન સમ્મત થઈ શકે તેમ નથી. * અધિક સાવદ્યથી અટકવા માટે, અલ્પ સાવદ્યના સેવનને પણ જે પાપ વ્યાપારનું કાર્ય માનવામાં આવે, તે તે આ જગતમાં કઈ પણ નિષ્પાપ કાર્ય રહેશે જ નહિ અથવા તે એક મૃત અવસ્થા જ બાકી રહેશે. કારણ કે શ્વાસ લેવા-મૂકવા સુદ્ધામાં પણ કંઈક પાપ તે થતું હોય છે, માટે જીવત અવસ્થા માત્ર સાવ છે, એ દશાને ઉપયોગ ભક્તિ કે ગુણ પ્રાપ્તિના કાર્યમાં કરવા તૈયાર ન થવું, એ તે ભક્તિશૂન્ય કે ગુણશૂન્ય રહેવા અને રાખવાને જ એક માર્ગ છે. પાપના ઘરમાં રહેલા જીવોને ધર્મના માર્ગે ચઢાવવા માટે અનંત જ્ઞાનીઓએ અનંત કરૂણાથી પ્રેરાઈને જે સન્માર્ગ બતાવ્યા છે, તેને જ ઉન્માર્ગ કહીને છોડી દેવામાં આવે તે કદી કઈ જીવને ઉદ્ધાર થાય નહિ સ્યાદવાદ દષ્ટિએ જોતાં માંસજી માણસથી માંસ ભજનની ટેવ છોડાવવાને માટે કોઈ ઉપકારી તેને જે વનસ્પતિ-આહાર લેવાની સલાહ આપે, તો તેટલા માત્રથી વનસ્પતિ ખાનાર કે ખાવાની સલાહ આપનાર હિંસક નહિ, પણ અહિંસક જ કરે છે. તે જ રીતે ત્રસ જીવ નિકાયની હિંસાની અપેક્ષાઓ જેમાં અતિ અ૮૫ હિંસા રહેલી છે, એવા પદાર્થો વડે ઉપાસ્યની ભક્તિ કરનારને તથા સર્વવિરતિ સ્વરૂપ મહાન ગુણની પ્રાપ્તિને નિકટ લાવવાને પુરુષાર્થ કરનાર હિંસક નહિ, પણ વધુ અહિંસક કરે છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy