________________
પ્રકરણ ૨૪ મું
૨૪૫
હે જિનેન્દ્ર ! ઉત્તમ પુરૂષના વૃદેએ નમસ્કાર કરેલ અને મુક્તિરૂપ લતાના કંદ સમાન એવી તમારી પ્રતિમા, જે દેવતાએ મંદાર વૃક્ષના પુષ્પ સમૂહ વડે પૂજેલી છે. અને જે ઉગ્ર રોગને શોષણ કરનારા સ્નાત્ર જલરૂપ અમૃતના ઝરણુથી સર્વ જગતની રક્ષા કરે છે, તે પ્રતિમાને અમે પરમ આનંદને (મેક્ષને અર્થે વંદના કરીએ છીએ. (૧૧)
કુમતિ–લતા–ઉમીલન
–યાને- શ્રી જિનબિંબ–સ્થાપન-સ્તવન ભરતાદિકે ઉદ્ધારજ કીધે, શત્રુજ્ય મોઝાર; સેનાતણું જેણે દેરાં કરાવ્યાં, રત્નતણું બિંબ થાપ્યાં, હે કુમતિ! કાં પ્રતિમા ઉત્થાપી? એ જિનવચને થાપી. ! ૦૧ વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ; સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કેડ બિંબ થાપ્યાં.
હે કુમતિ !૦ ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ કરાણ, છટ્ટે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી.
હો કુમતિ !૦ ૩ સંવત નવસેંતાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ; આબુ તણાં જેણે દહેરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાપ્યાં.
હે કુમતિ !૦ ૪ સંવત અગિઆર નવાણું વરસે, રાજા કુમારપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ થાપ્યાં.
' હે કુમતિ !૦ ૫ સવંત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ; . ચાંચ હજાર પ્રાસાદકરાવ્યા, અગીઆર હજાર બિંબ થાપ્યાં.
હે કુમતિ ! ૦ ૬