SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પકરણ ૨૩ મું ૨૩૯ ભારેલા અગ્નિની જેમ હજી પણ ગુપ્ત રીતે રક્ષાઈ રહ્યું છે અને અંદરથી જાવલ્યમાન છે. પ્રશ્ન- મૂર્તિપૂજામાં બીજો દોષ નથી, પણ એના ઓથે રહીને સ્વાથી મનુષ્ય અનેક પ્રપંચ ચલાવે છે અને ભેળી પ્રજામાં નિરાંતે ચરી ખાય છે. એવા દુષ્ટનું ટટ્ટ ન નભે માટે મૂર્તિપૂજાને અટકાવવી જોઈએ.” ઉત્તર- આ વિચાર “પાડાનાં વાંકે પખાલીને ડામ' જેવું છે. મૂર્તિપૂજાના આંથે મૂર્તિપૂજક ચરી ખાય છે અને પ્રજાને ઠગે છે, તો મૂતિને નહિ માનનારા કે શું આ જગતમાં ચરી ખાતા નથી? અને ભેળી પ્રજાને ઠગતા નથી ? મૂતિને નહિ પૂજનારા સઘળા જ શું પોતાનો નિર્વાહ પ્રામાણિકપણે ચલાવે છે? મૂર્તિને નહિ માનનારા બધા જ શું નીતિના સિદ્ધાન્તને ત્રિવિધે અનુસરનારા હોય છે? જે નહિ તે અમૂર્તિ પૂજકોમાં દોષ હોવા છતાં નભાવી લેવામાં આવે છે, તેમ મૂર્તિપૂજકો માં કઈ-કઈ દોષિત હોય, તો તેના પ્રત્યે ધૃણ ધરાવવાથી શું ફાયદો? અલબત્ત, તેઓને સુધારવા પ્રયત્ન કર જોઈએ. આમ, કોઈ પણ દષ્ટિએ ગ્ય વિચારથી મૂર્તિપૂજાનું ખંડન કરી શકાય તેમ છે નહિ. મૂતિને ન માનનારી પાશ્ચાત્ય પ્રજાઓ પણ, પોતાની પ્રિયતમાના માથાના વાળની કાપેલી લટને પ્રેમથી આલિંગન આપે છે. ઈશુ ખ્રિસ્તના કલ્પિત દાંતને અને એવી જ સેંકડે વસ્તુઓને અત્યંત પ્રેમથી પૂજે છે. મૂર્તિ પૂજા તરફ તિરસ્કારથી જોનારા પણ કબરને ફૂલ ચઢાવે છે, પોતાના ધર્મનાં પુસ્તકો પ્રત્યે અત્યંત પૂજ્યભાવ ધરાવે છે, પિતાના રાજા, રાણી, નેતા કે મોટા સરદારના બાવલા આગળ કઈ દુર્જન અડપલું કરે, તે મેટું અપમાન થયેલું માને છે, સ્વતન્ત્રતાના ઘંટના વરઘોડા ચઢાવે છે અને જે-જે રસ્તેથી તે વડે પસાર થાય છે, તે તે રસ્તાના તમામ મનુષ્ય ઘંટને જોઈને પોતાની ટોપી ઉતારે છે. આ રીતે મૂર્તિપૂજા સર્વત્ર અપીને રહેલી છે અને તેમાં ઘણું સત્ય સમાયેલું છે. જેમાં તેને સેવે છે. તેઓ કોઈ જાતનું પાપ કરતા નથી, પણ પિતાના આત્મ હિતને જ સાધે છે. મૂર્તિપૂજા જાતે દેષવાળી નથી. પણ તેને વિધિ લોકોને જે સમજાવે જોઈએ, તે
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy